દિગ્વેશ રાઠી સાથેના ઘર્ષણ બાદ બાદશાહ' નીતીશ રાણાને મીડિયામાં ક્રિકેટર-મિત્રએ કહ્યું,યે હુઇ ના બાત' | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

દિગ્વેશ રાઠી સાથેના ઘર્ષણ બાદ બાદશાહ’ નીતીશ રાણાને મીડિયામાં ક્રિકેટર-મિત્રએ કહ્યું,યે હુઇ ના બાત’

નવી દિલ્હીઃ આક્રમક બૅટ્સમૅન નીતીશ રાણાએ રવિવારે દિલ્હી પ્રીમિયર લીગ (DPL)માં પોતાની કૅપ્ટન્સીવાળી ટીમ વેસ્ટ દિલ્હી લાયન્સને રોમાંચક વિજય અપાવ્યો એ પહેલાં શુક્રવારે પાટનગરના અરુણ જેટલી સ્ટેડિયમમાં નીતીશ રાણા અને એલિમિનેટર મુકાબલાની હરીફ ટીમ સાઉથ દિલ્હી સુપરસ્ટાર્ઝના વિવાદાસ્પદ સ્પિનર દિગ્વેશ સિંહ રાઠી વચ્ચે જે ચકમક થઈ હતી એ ભારતીય ક્રિકેટમાં ખૂબ ચર્ચામાં છે. એ મૅચમાં નીતીશ અને રાઠી વચ્ચે ચેનચાળાની આપલે થઈ હતી, બન્ને વચ્ચે દલીલબાજી થઈ હતી અને એ ગરમાગરમીને પગલે બન્નેને દંડ કરવામાં આવ્યો હતો. એ તો ઠીક, કેટલાક ક્રિકેટરો (ખાસ કરીને નીતીશ રાણાના મિત્રોએ) સોશ્યલ મીડિયામાં પ્રતિક્રિયા નીતીશને બિરદાવતી આપી છે.

મૅચના સ્કોર્સ શું હતા, ઘટના શું હતી?

શુક્રવારે એલિમિનેટરમાં તેજસ્વી દહિયાના સુકાનમાં સાઉથ દિલ્હી સુપરસ્ટાર્ઝ ટીમે 20 ઓવરમાં પાંચ વિકેટે 201 રન કર્યા હતા. નીતીશ રાણાની કૅપ્ટન્સીમાં વેસ્ટ દિલ્હી લાયન્સે 17.1 ઓવરમાં ત્રણ વિકેટે 202 રન બનાવીને આસાન વિજય મેળવી લીધો હતો. એમાં નીતીશ રાણા (134 અણનમ, પંચાવન બૉલ, 15 સિક્સર, આઠ ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. સાઉથ દિલ્હી સુપરસ્ટાર્ઝ ટીમ વતી કુલ સાત બોલરે બોલિંગ કરી હતી, પરંતુ તેઓ નીતીશ રાણાને આઉટ નહોતા કરી શક્યા. દિગ્વેશ સિંહ રાઠીને બે ઓવરમાં 39 રનના ખર્ચે એક પણ વિકેટ નહોતી મળી.

https://twitter.com/i/status/1961531508000211371

આ મૅચમાં એક તબક્કે નીતીશની એકાગ્રતા તોડવાના આશયથી સ્પિનર રાઠી એક બૉલ ફેંકતાં પહેલાં અચાનક રન-અપ પર અટકી ગયો હતો. જોકે પછીથી જ્યારે રાઠી (Digvesh Rathi) બૉલ ફેંકવા આવી રહ્યો હતો ત્યારે નીતીશ સ્ટાન્સમાંથી હટી ગયો હતો અને સાટું વાળ્યું હતું. ત્યાર પછી નીતીશે આક્રમક મૂડમાં ફટકાબાજી કરી હતી તેમ જ એક તબક્કે એક બાઉન્ડરી ફટકારીને રાઠીના ` નોટબુક સેલિબ્રેશન’ની નકલ કરીને તેની હાંસી ઉડાવી હતી. નીતીશે પોતાના બૅટને ચૂમી લીધું હતું. આ ઘટનાથી મેદાન પર તંગદિલી વધી ગઈ હતી, બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. અમ્પાયરોએ અને સાથી ખેલાડીઓએ બન્નેને શાંત પાડવા પડ્યા હતા. નીતીશે છેલ્લું અટ્ટહાસ્ય કર્યું હતું, કારણકે તેણે
માત્ર પંચાવન બૉલમાં કુલ 15 સિક્સર અને આઠ ફોરની મદદથી અણનમ 134 રન કરીને વેસ્ટ દિલ્હીની ટીમને શાનદાર વિજય અપાવ્યો હતો.

ક્રિકેટરોએ નીતીશને અભિનંદનમાં શું કહ્યું?

નીતીશ રાણાના કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમના ભૂતપૂર્વ સાથી-ખેલાડી સુયશ શર્માએ નીતીશને બાદશાહ' તરીકે ઓળખાવ્યો હતો. સ્પિનર દિગ્વેશ રાઠીના ગેરવર્તન સામે ફટકાબાજીથી તેનો અહમ તોડવા બદલ યુવાન ભારતીય પેસ બોલર હર્ષિત રાણા (Harshit Rana)એ નીતીશની પ્રશંસામાં એક પોસ્ટમાં લખ્યું, યે હુઇ ના બાત.’ પેસ બોલર નવદીપ સૈનીએ મીડિયા પરની પોસ્ટમાં લખ્યું, સ્વાદ આ ગયા.' ઇંગ્લૅન્ડના ઓપનર ફિલ સૉલ્ટે પણ મજાકમાં નીતીશ રાણાને રાણાજી’ કહીને અભિનંદન આપ્યા હતા.

નીતીશ રાણાએ શું પ્રતિક્રિયા આપી

નીતીશ રાણા (NITISH RANA)એ દિગ્વેશ રાઠી સાથેની ચકમક બાબતમાં પછીથી મીડિયામાં જણાવ્યું, ` અમે બન્ને પોતપોતાની ટીમને વિજય અપાવવા જ મેદાન પર ઊતર્યા હતા. જોકે ક્રિકેટની રમતનું માન જાળવવું એને હું મારી જવાબદારી સમજું છું અને એવી જ જવાબદારી તેની પણ કહેવાય. (મને ઉશ્કેરવાની) શરૂઆત તેણે કરી હતી. મને જો કોઈ ઉશ્કેરે તો હું શાંત ન બેસી રહું. હું હંમેશાં આ જ રીતે રમ્યો છું. મને જો કોઈ ઉશ્કેરીને આઉટ કરવાનો ઇરાદો રાખે તો હું પણ તેને છોડું નહીં. સિક્સરથી તેને જવાબ આપી દઉં. અગાઉ ઘણી વખત હરીફ ખેલાડીઓ સાથે મારા ઘર્ષણ થયા હતા, પણ એ તમામમાં મેં ક્યારેય શરૂઆત નહોતી કરી. મને મારા મમ્મી-પપ્પાએ શીખવ્યું છે કે જો આપણે ખોટા ન હોઈએ તો ગમે એમ કરીને પોતાનો બચાવ કરવાનો જ. મેં આ બનાવમાં એ જ કર્યું.’

કોને મૅચ ફીનો કેટલો દંડ કરાયો

આપણ વાંચો:  મહિલા વર્લ્ડ કપ જીતનાર ટીમ પર પૈસાનો વરસાદઃ જાણો, કેટલા કરોડ રૂપિયાની થશે લહાણી

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button