
રાજકોટ: ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળા જીત પાબારીએ રાજકોટમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જીત પાબારીએ ઘરે જ ગળે ફાંસો ખાઈ જીવન ટુકાવ્યું છે. આ આત્મહત્યા અંગેનું કારણ હજુ જાણી શકાયુ નથી. પરંતુ જીત પાબારી સામે 26 નવેમ્બર 2024ના રોજ માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં મંગેતર દ્વારા દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ ફરિયાદ નોંધાયાના એક વર્ષ બાદ જીતે આજે આત્મહત્યા કરી હતી.
જીત લાંબા સમયથી ડિપ્રેશનમાં હતો
આ કેસની પોલીસ તપાસ કરી રહી છે.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જીત લાંબા સમયથી ડિપ્રેશનમાં હતો. ચેતેશ્વર પૂજારાના સાસરિયાઓ મૂળ જામજોધપુરના છે. પરંતુ તેઓ છેલ્લા વીસ વર્ષથી રાજકોટમાં રહે છે. આ પરિવાર પાસે કોટન જીનિંગ ફેક્ટરી છે. પૂજારાની પત્ની પૂજાનો એક નાનો ભાઈ અને એક નાની બહેન છે.
લગ્નની લાલચ આપી જીત પાબારીએ યુવતી દુષ્કર્મ આચર્યું
ઉલ્લેખનીય છે કે, ચેતેશ્વર પૂજારાના સાળા વિરુદ્ધ વર્ષ 2024માં નોંધાયેલી ફરિયાદ મુજબ, લગ્નની લાલચ આપી જીત પાબારીએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. યુવતી સાથે જીત પાબારીએ સગાઈ પણ કરી હતી. જોકે બાદમાં જીત પાબારીએ યુવતી સાથે સગાઈ તોડી નાખી હતી. સમગ્ર મામલે 29 વર્ષીય પૂર્વ મંગેતર દ્વારા પોલીસ કમિશનર રાજકોટને સંબોધિત અરજી લખી હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે વર્ષ 2014માં જીત પાબારીએ ફેસબુકથી તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી. ત્યારબાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી અને ત્યારબાદ બંને મિત્રો બન્યા હતા.
પરિવારજનો સાથે કૌટુંબિક ફંક્શન માટે દુબઈ ગઈ હતી.
જીત દ્વારા યુવતીને કહેવામાં આવ્યું હતું કે, મને તું પસંદ છો અને મારે તારી સાથે લગ્ન કરવા છે. ત્યારબાદ 8 ઓક્ટોબર 2021 ના રોજ બંને પરિવારના સભ્યોની સહમતિથી ગોળ ધાણાની વિધિ કરવામાં આવી હતી. તેમજ 27 જાન્યુઆરી 2022 ના રોજ સમાજના રિતી રિવાજ મુજબ બંનેની સગાઈ પણ કરવામાં આવી હતી. સગાઈ થઈ ગયા બાદ જીતે કહ્યું હતું કે, હવે આપણે બંને લગ્ન કરવાના છીએ જેથી આપણે બહાર ફરવા જઇએ. જેથી હું તેમના પરિવારજનો સાથે કૌટુંબિક ફંક્શન માટે દુબઈ ગઈ હતી.



