સ્પોર્ટસ

આ સાઉથ આફ્રિકન બોલરે સૂર્યકુમારના કેચની મજાક ઉડાવી, ટ્રોલ થયા બાદ સ્પષ્ટતા કરવી પડી…

નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ 2024ની રોમાંચક ફાઇનલ (T20 world cup 2024 final)મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ભારતીય ટીમ (Indian Cricket team)ચેમ્પિયન બની હતી. ભારતીય ટીમને જીત અપાવવામાં સૂર્યકુમાર યાદવે બાઉન્ડ્રી પર પકડેલો ડેવિડ મિલરનો કેચ મહત્વનો (Suryakumar Yadav)સાબિત થયો હતો. સુર્યાએ પકડેલા આઇકોનિક કેચની ખુબ ચર્ચા થઇ હતી.

આ ફાઈનલ મેચના બે મહિના બાદ દક્ષિણ આફ્રિકાના સ્ટાર સ્પિનર તબરેઝ શમ્સી(Tabraiz Shamsi )એ સોશિયલ મીડિયા પર સુર્યાના શાનદાર કેચની મજાક ઉડાવી હતી, જેને કારણે સુર્યા અને ભારતીય ક્રિકેટના ચાહકો નારાજ થયા છે. ફેન્સે શમ્સીને સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ કર્યો, ત્યાર બાદ શામ્સીને સ્પષ્ટતા કરવી પડી.

આ પણ વાંચો : સૂર્યકુમારની જેમ 2021માં આ ભારતીય મહિલા ફીલ્ડરે અદ્ભુત કૅચ પકડ્યો હતો!

શમ્સીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો રીશેર કર્યો હતો, વિડીયોમાં જોઈ શકાય છે કે એક ફિલ્ડર બાઉન્ડ્રી લાઇન નજીક કેચ પકડે છે. જો કે, કેચ યોગ્ય રીતે લેવામાં આવ્યો છે કે કેમ તે ચકાસવા માટે, બેટ્સમેન અને અન્ય ખેલાડીઓ બાઉન્ડ્રી લાઇન તરફ દોડે છે અને દોરડાનો ઉપયોગ કરીને તપાસ કરે છે કે ફિલ્ડરે બાઉન્ડ્રી લાઇન પર પગ મૂક્યો છે કે નહીં. વિવાદ બાદ નક્કી થયું કે કેચ સ્પષ્ટ નહોતો અને તેથી બેટ્સમેનને નોટઆઉટ આપવામાં આવ્યો.

આ વીડિયોને રીશેર કરતા કેપ્શનમાં શમ્સીએ કટાક્ષ કરતા લખ્યું છે કે આ પદ્ધતિનો ઉપયોગ સૂર્યકુમાર યાદવના કેચ વખતે પણ થવો જોઈતો હતો. આવી સ્થિતિમાં નિર્ણય મિલરની તરફેણમાં આવ્યો હોત.

જોકે, ભારતીય ક્રિકેટ ટીમના ચાહકોને આ મજાક પસંદ ન આવી. ચાહકોએ સૂર્યકુમારના કેચની માન્યતા પર સવાલ ઉઠાવવા બદલ શમ્સીની ટીકા કરી હતી. શમ્સીએ પાછળથી સ્પષ્ટતા કરવી પડી કે એ પોસ્ટ ફક્ત મજાક હતી. તેણે લખ્યું- જો કેટલાક લોકો સમજી શકતા નથી કે તે મજાક છે, કોઈ પસ્તાવો નથી કરી રહ્યું કે નથી કોઈ રડી રહ્યું. ચાલો હું તમને ચાર વર્ષના બાળકની જેમ સમજાવું – ઇટ્સ અ જોક.

T20 વર્લ્ડ કપ ફાઇનલમાં રસાકસીભર્યો જંગ:
દક્ષિણ આફ્રિકાને અંતિમ છ બોલમાં જીતવા માટે 16 રનની જરૂર હતી. જો કે, મિલરે હાર્દિક પંડ્યાના ફુલ ટોસ બોલને લોંગ ઓન તરફ ફટકાર્યો, સૂર્યકુમાર યાદવે બાઉન્ડ્રી લાઈન પર એક શાનદાર કેચ પકડ્યો. આ પછી, ભારતે મેચ જીતીને 11 વર્ષ બાદ ICC ટ્રોફી જીતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button