ઉથપ્પાએ નવા વર્ષમાં નહીં જવું પડે જેલમાં, ન્યૂ યર પહેલાં ધરપકડ ટળી

બેન્ગલૂરુઃ 23.16 લાખ રૂપિયાની છેતરપિંડીના કેસમાં ભારતના ભૂતપૂર્વ બૅટર રૉબિન ઉથપ્પાની ધરપકડનું જે વૉરંટ થોડા દિવસ પહેલાં બહાર પડ્યું હતું એના પર કર્ણાટક હાઈ કોર્ટે સ્ટે મૂકી દીધો હોવાથી ઉથપ્પાની નવા વર્ષની શરૂઆત બગડશે નહીં. 2018થી 2020 સુધી ઉથપ્પા સેન્ટારસ લાઇફસ્ટાઇલ કંપનીનો ડિરેકટર હતો અને એ અરસામાં કંપનીના કર્મચારીઓનું પ્રોવિડન્ટ ફંડ (પી. એફ.) કપાતું હતું, પરંતુ એ તેમના ખાતામાં જમા નહોતું થતું. એ રકમ કુલ મળીને 23.16 લાખ હતી.
જોકે ઉથપ્પાની ડિરેકટર તરીકેની જવાબદારી મર્યાદિત હતી એવું તેના વકીલે વડી અદાલતમાં જણાવ્યું હતું અને એ ઉપરાંત ઉથપ્પાનો કેસ મજબૂત કરી નાખ્યો હતો.
Also read: ધરપકડનું વૉરન્ટ બહાર પડ્યા પછી રૉબિન ઉથપ્પાએ મહત્ત્વનું નિવેદન બહાર પાડ્યું…
હાઈ કોર્ટે ઉથપ્પા સામેના વૉરંટ પર સ્ટે મૂકવા ઉપરાંત તેની વિરુદ્ધ કંપનીના પી. એફ.ના મામલા સંબંધિત તમામ કાર્યવાહી પર પણ કામચલાઉ સ્ટે આપી દીધો છે. ઉથપ્પા ભારત વતી 46 વન-ડે અને 13 ટી-20 રમ્યો છે.