રિષભ પંતે બોલિંગ કરી સૌને ચોંકાવ્યા, ગૌતમ ગંભીરની નવી રણનીતિનો ભાગ? ચાહકોમાં ચર્ચા

દિલ્હી: ભારતના સ્ટાર યુવા ક્રિકેટર રિષભ પંત(Rishabh Pant)ને તમે સ્ટમ્પસની પાછળ વિકેટ કિપીંગ કરતો અને બેટિંગ કરતો જોયો હશે. એવામાં દિલ્હી પ્રીમિયર લીગ(DPL)ની એક મેચ દરમિયાન ઋષભે બોલિંગ કરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતાં. રિષભ મેચની અંતિમ ઓવર ફેંકતો જોવા મળ્યો હતો. પંતે ક્યારેય આંતરરાષ્ટ્રીય મેચમાં બોલિંગ કરી નથી, જેને કારણે તેને બોલિંગ કરતો જોઈ લોકો નવાઈ પામ્યા હતા. રિષભ DPLમાં પુરાની દિલ્લી 6 ટીમ વતી રમે છે.
સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સ ટીમનેને જીતવા માટે માત્ર એક રનની જરૂર હતી. સુપરસ્ટાર્સની જીત નક્કી જ હતી, છેલ્લી ઓવર કોણ ફેંકે એનું હવે મહત્વ રહ્યું ન હતું. એટલે રિષભે બોલિંગ પર હાથ અજમાવાનું નક્કી કર્યું હતું, સુપરસ્ટારઝે છેલ્લી ઓવરના પ્રથમ બોલ પર જ જીત મેળવી હતી.
નોંધનીય છે કે તાજેતરમાં ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બન્યા બાદ ટીમની રણનીતિમાં બદલાવ જોવા મળી રહ્યા છે. ગંભીર આગેવાની હેઠળ, આ મહિનાની શરૂઆતમાં શ્રીલંકા સામેની T-20 અને વનડે મેચમાં ભારતીય બેટ્સમેનોએ મહત્વની ઓવરોમાં બોલિંગ કરી હતી. જેમાં સૂર્યકુમાર યાદવ, રિંકુ સિંહ, શુભમન ગિલ અને સુકાની રોહિત શર્મા સહિતના કેટલાક અગ્રણી બેટ્સમેનોએ T20I અને ODI શ્રેણી દરમિયાન બોલ હાથમાં લીધો હતો.
મેચ પૂર્વેની પ્રેસ કોન્ફરન્સમાં, બોલિંગ કોચ સાઈરાજ બહુતુલેએ ટીમમાં પાર્ટ-ટાઇમ બોલિંગ વિકલ્પો રાખવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
DPL 2024માં દરમિયાન રિષભ પંતની બોલિંગ કરવી, એ રણનીતિનીતિની ભાગ છે કે શું એવી ચાહકોમાં ચર્ચા છે. રિષભ પંતની બોલિંગની સોશિયલ મીડિયાપર ખુબ ચર્ચા થઇ રહી છે.