આજે દોહામાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ જંગ

દોહાઃ કતારના દોહા (Doha) શહેરમાં ચાલી રહેલી એશિયા કપ (Asia cup) રાઇઝિંગ સ્ટાર્સ નામની મેન્સ ટી-20 ટૂર્નામેન્ટમાં આજે (રાત્રે 8.00 વાગ્યાથી) ઇન્ડિયા-એ (India-A)અને પાકિસ્તાન શાહીન્સ વચ્ચે મુકાબલો છે.
ભારતે તાજેતરમાં જ હૉંગ કૉંગ સિક્સીસ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાની ટીમને ધૂળ ચાટતી કરી જ હતી અને હવે અહીં દોહામાં પણ એને હરાવવાનો જિતેશ શર્મા અને તેની ટીમને સારો મોકો છે.
ભારતની ટીમમાં વૈભવ સૂર્યવંશી, પ્રિયાંશ આર્યા, નમન ધીર, નેહલ વઢેરા, રમણદીપ સિંહ, આશુતોષ શર્મા, હર્ષ દુબે, યશ ઠાકુર અને ગુર્જપનીત સિંહ જેવા જાણીતા ખેલાડીઓનો સમાવેશ છે.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં યુએઇ સામેની મૅચમાં 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ 15 સિક્સર અને 11 ફોરની મદદથી માત્ર 42 બૉલમાં 144 રન કરીને સનસનાટી મચાવી દીધી હતી.
હવે આજે ભારતની આ મજબૂત ટીમનો પાકિસ્તાને સામનો કરવાનો છે. જિતેશ શર્મા ભારતીય ટીમનો સુકાની છે. ઈરફાન ખાન પાકિસ્તાની ટીમનો કેપ્ટન છે. ગ્રૂપ-બીમાં ભારતીય ટીમ મોખરે છે.
આ પણ વાંચો…શુભમન ગિલને ગળામાં થયેલી ઈજા ગંભીર! પહેલી ટેસ્ટમાંથી બહાર, બીજીમાં રમવું પણ મુશ્કેલ!



