મુંબઈ: ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) અને પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમ (Babar Azam) વચ્ચે હંમેશા સરખામણી થતી રહે છે. બંને ખેલાડીઓએ પોતપોતાની ટીમ માટે મહત્વનું યોગદાન આપ્યું છે, બંને ખેલાડીઓ કેપ્ટન રહી ચૂક્યા છે. પરંતુ શું તમે જાણો છો કે આ બંને બેટ્સમેન કયું બેટ વાપરે છે અને તેમના બેટની કિંમત કેટલી છે?
વિરાટ કોહલીના બેટની ખાસિયત તેની ગ્રેન લાઇન છે. તેના બેટમાં સામાન્ય રીતે 8 થી 12 ગ્રેન હોય છે, જે તેને અત્યંત મજબૂત અને ટકાઉ બનાવે છે. વિરાટ કોહલીના બેટનું વજન લગભગ 1.15 કિલો છે, જે બેટિંગ માટે આદર્શ વજન માનવામાં આવે છે.
ઘણા મીડિયા રિપોર્ટ્સ મુજબ આ બેટની કિંમત ભારતીય બજારમાં લગભગ 27,000 રૂપિયા છે. આ સિવાય વિરાટે MRF સાથે 100 કરોડ રૂપિયાનો મોટો કરાર છે, જેના કારણે તેના બેટ પર MRFનું સ્ટીકર જોવા મળે છે.
બાબર આઝમ ગ્રે-નિકોલસ હાઇપરનોવા 1.3 ક્રિકેટ બેટનો ઉપયોગ કરે છે. આ એક જૂની અને પ્રતિષ્ઠિત બ્રિટિશ કંપની છે જે ઉચ્ચ ગુણવત્તાના ક્રિકેટ બેટ અને વિવિધ ક્રિકેટ સાધનોનું ઉત્પાદન કરે છે. બાબર ઉપરાંત પાકિસ્તાનના અન્ય બે મહત્વના ખેલાડી મોહમ્મદ રિઝવાન અને શાન મસૂદ પણ આ બેટનો ઉપયોગ કરે છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ બાબર આઝમના આ બેટની કિંમત બ્રિટિશ પાઉન્ડમાં 449.99 છે, જે અમેરિકન કરેંસીમાં લગભગ 550.62 ડૉલર થાય છે. પાકિસ્તાની રૂપિયામાં આ બેટની કિંમત લગભગ 1,23,580 રૂપિયા છે. ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરીએ તો તેની કિંમત 45,300 રૂપિયાની આસપાસ છે. આ બેટ માત્ર ટકાઉ હોવા ઉપરાંત, તેણી ડિઝાઇન અને સામગ્રી બેટ્સમેનને સારું પ્રદર્શન કરવામાં મદદ કરે છે.