Paris Olympic-2024: કોમેન્ટેટરે લાઈવ ટીવી પર કરી પાકિસ્તાનની ઈન્ટરનેશનલ બેઈજ્જતી…

પેરિસ ઓલમ્પિક-2024ની (Paris Olympic-2024)ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. પેરિસની યજમાની હેઠળ રમાઈ રહેલી ઓલમ્પિકની ઓપનિંગ સેરેમની 26મી જુલાઈના શુક્રવાર સંપન્ન થઈ અને આ ઓપનિંગ સેરેમનીમાં જ કોમેન્ટટરે પડોશી દેશ પાકિસ્તાનની ઈન્ટરનેશનલ બેઈજ્જતી કરી નાખી હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર પણ વાઈરલ થઈ રહ્યો છે, ચાલો જોઈએ આખરે શું છે આખો મામલો-
વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યાં વીડિયોમાં ઓપનિંગ સેરેમનીમાં જ્યારે પાકિસ્તાનની પરેડ સીન નદી પરથી પસાર થઈ રહી હતી ત્યારે એક કોમેન્ટેટરે લાઈવ ટીવી પર પાકિસ્તાનને ખૂંચી જાય એવી વાત કહી દીધી હતી. એટલું જ નહીં પણ કોમેન્ટેટરની આ હરકતને કારણે ઈન્ટરનેશનલ લેવલ પર પાકિસ્તાનની ગજબની બેઈજ્જતી થઈ ગઈ હતી.
કોમેન્ટેટરે લાઈવ ટીવી પર કહ્યું હતું કે પાકિસ્તાનની વસતી 24 કરોડની છે, પણ ઓલમ્પિકમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે માત્ર 7 જણ. અહીંયા તમારી જાણ માટે કે પાકિસ્તાની દળમાં 18 સભ્યોનો સમાવેશ થાય છે અને એમાંથી માત્ર 7 જ એથલિટ્સ છે, જ્યારે બાકીના 11 ઓફિશિયલ્સ છે. કોમેન્ટેટરની આ કમેન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે.
વાત કરીએ ઓલમ્પિકમાં પાકિસ્તાનના રેકોર્ડની તો તે ખાસ કંઈ સારો રહ્યો નથી. પાકિસ્તાન 1948થી ઓલમ્પિકમાં ભાગ લઈ રહ્યું છે અને પહેલું મેડલ 1956માં મળ્યું હતું. 1992માં પાકિસ્તાનને બાર્સીલોનામાં યોજાયેલી ઓલમ્પિક ગેમ્સમાં છેલ્લું મેડલ મળ્યું હતું. હવે જોવાની વાત એ છે કે વર્ષોનો દુકાળ પાકિસ્તાની એથલિટ 2024માં દૂર કરી શકે છે કે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને ઓલમ્પિકની ઈતિહાસમાં અત્યાર સુધી 10 જ મેડલ જિત્યા છે અને 10માંથી પણ 8 મેડલ તો હોકી ટીમને કારણે મળ્યા છે. 10 મેડલમાં 3 ગોલ્ડ, 3 સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.