સ્પોર્ટસ

ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગમાં વિવાદ, ખરાબ પિચના કારણે સાત ઓવરમાં મેચ રદ

મેલબોર્ન: ઓસ્ટ્રેલિયાની ટી-૨૦ ફ્રેન્ચાઇઝ લીગમાં એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં રમાઈ રહેલી બિગ બેશ લીગમાં ખરાબ પિચના કારણે મેચ રદ્દ કરવી પડી હતી. ખરાબ પિચના કારણે મેચની પ્રથમ ૬ ઓવર બાદ મેચ રોકવી પડી હતી. ચર્ચા વિચારણા કર્યા બાદ મેચ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બિગ બેશ લીગની નવી સિઝન ૭ ડિસેમ્બરથી શરૂ થઈ છે. મેલબોર્ન રેનેગેડ્સ અને પર્થ સ્કોર્ચર્સ વચ્ચે મેચ રમાઈ રહી હતી. આ સિઝનની આ માત્ર ચોથી મેચ હતી. મેલબોર્ન રેનેગેડ્સના કેપ્ટન નિક મેડિન્સને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
પિચની હાલત એટલી ખરાબ હતી કે બેટ્સમેનો માટે રન બનાવવા મુશ્કેલ હતા. પર્થ સ્કોર્ચર્સના ઓપનર સ્ટીફન (૦) અને કૂપર (૬) સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. એરોન હાર્ડી અને જોશ ઈંગ્લિસ બોલરોનો સામનો કરી રહ્યા હતા પરંતુ ૬.૫ ઓવર પછી પિચ ઘાતક બની ગઇ હતી જેના કારણે મેચ રોકવી પડી હતી. અમ્પાયરોએ બંને ટીમના કોચ અને કેપ્ટન અને મેચ આયોજક સાથે પણ લાંબી વાતચીત કરી હતી. આ પછી મેચ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બંને ટીમોને સમાન પોઈન્ટની વહેંચણી કરવામાં આવી હતી.
આ મેચ જીલોંગના સિમન્ડ્સ સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. ગઈકાલે રાત્રે અહીં વરસાદ પડ્યો હતો. પિચ પર બોલ અનિયમિત રીતે ઉછળી
રહ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button