સ્પોર્ટસ

કૉકો ગૉફ ફ્રેન્ચ ઓપન જીતનારી છેલ્લા 23 વર્ષના ઇતિહાસની સૌથી યુવાન ખેલાડી…

નંબર-વન સબાલેન્કાને ફાઇનલમાં હરાવીને સેરેના જેવી સિદ્ધિ મેળવી

પૅરિસઃ ફ્રેન્ચ ઓપન (FRENCH open) ટેનિસમાં મહિલાઓના વર્ગમાં અમેરિકાની 21 વર્ષીય કૉકો ગૉફ (COCO Gauff) નવી ચૅમ્પિયન બની છે. તે મહિલાઓના રૅન્કિંગમાં વર્લ્ડ નંબર-ટૂ છે અને તેણે નંબર-વન બેલારુસની અરીના સબાલેન્કાને ફાઇનલમાં 7-6 (7-5), 2-6, 6-4થી હરાવીને પહેલી વાર આ સ્પર્ધા જીતી લીધી હતી.

કૉકો 2023માં યુએસ ઓપન જીતી હતી અને તેની પાસે આ એકમાત્ર ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલ હતું, પણ હવે તેના ટ્રોફીઓના ખજાનામાં ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ પણ ઉમેરાયું છે. કૉકો ગૉફ ફ્રેન્ચ ઓપન તેમ જ યુએસ ઓપન, બન્નેમાં સિંગલ્સનું (સેરેના વિલિયમ્સની 2002ની સિદ્ધિ પછી) ટાઇટલ જીતનારી સૌથી યુવાન મહિલા ખેલાડી છે.

12 વર્ષ બાદ ફરી એક વખતે ફ્રેન્ચ ઓપનમાં વિશ્વની નંબર-વન અને નંબર-ટૂ ખેલાડી વચ્ચે ફાઇનલ રમાઈ અને એમાં કૉકોએ ટાઇટલ જીતીને તેના જ દેશની સેરેના વિલિયમ્સનું અનુકરણ કર્યું છે. 2013માં સેરેનાએ ફાઇનલમાં મારિયા શારાપોવાને 6-4, 6-4થી પરાજિત કરી હતી.

aryna sabalenka “Olympics”

સબાલેન્કા (Sabalenka) પહેલી વાર ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં પહોંચી અને એ જીતવામાં નિષ્ફળ રહી, જ્યારે કૉકો ગૉફ સફળ રહી. સબાલેન્કા પરાજિત થયા પછી ખૂબ રડી હતી.

2023માં યુએસ ઓપનની ફાઇનલમાં કૉકોએ સબાલેન્કાને પરાજિત કરીને પ્રથમ ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલ જીતી લીધું હતું અને હવે ફરી તેને હરાવીને કૉકો બીજું મોટું ટાઇટલ જીતી છે.

Reuters

બન્ને વચ્ચેની હરીફાઈ જગ જાણીતી છે. શનિવારની ફાઇનલ પહેલાં તેઓ એકમેક સામે પાંચ-પાંચ મુકાબલા જીતી હતી. હવે કૉકોએ શનિવારે જીતીને એ રેશિયો 6-5નો કરી નાખ્યો છે.

આપણ વાંચો : 12 વર્ષે ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં નંબર-વન વિરુદ્ધ નંબર-ટૂ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button