જોવા જેવો ગોલ…અમેરિકી ખેલાડીની આ કૉર્નર કિકથી ફૂટબૉલ જગતમાં ધમાલ મચી ગઈ છે!
મિલાન: જ્યારે કોઈ ફૂટબોલર કૉર્નર મળતાં બૉલને કૉર્નરના સ્થાનેથી કિક મારીને ગોલપોસ્ટની સામે ઊભેલા પોતાના સાથીઓ તરફ મોકલે છે અને એમાંનો કોઈ પ્લેયર હેડરથી કે કિકથી ગોલપોસ્ટમાં મોકલી દેતો હોય છે, પરંતુ અમેરિકાના ક્રિસ્ટિયન પુલિસિચે મંગળવારે ચૅમ્પિયન્સ લીગમાં જે રીતે ગોલ કર્યો એનાથી સૉકર જગતમાં સનસનાટી મચી ગઈ છે.
આ પણ વાંચો : નેમાર 369 દિવસે પાછો મેદાન પર, અલ-હિલાલ ટીમને જિતાડી
એસી મિલાનની ટીમના પુલિસિચે મૅચની 34મી મિનિટમાં લેફ્ટ કૉર્નરમાંથી જે કિક મારી એમાં બૉલ તેના સાથીઓ તરફ ગયો અને બન્ને ટીમના ખેલાડીઓ વચ્ચે થયેલી રસાકસીમાં બૉલ સીધો ગોલપોસ્ટમાં જતો રહ્યો હતો. પુલિસિચે હાથ ઊપર કર્યો અને મોટેથી હસીને પોતાની તરકીબ સફળ થઈ એનો સંકેત આપ્યો હતો. તેના સાથીઓ બીજી જ ક્ષણે પુલિસિચ પાસે દોડી આવ્યા હતા અને તેને ભેટી પડ્યા હતા અને આ અભૂતપૂર્વ ગોલનું સેલિબ્રેશન કર્યું હતું.
એ સાથે, એસી મિલાને ક્લબ બ્રુઝને 3-1થી હરાવી દીધી હતી. એમાંનો પહેલો ગોલ પુલિસિચનો હતો.
આ પણ વાંચો : Football: હાર્ટ એટેક આવતા યુવા ફૂટબોલર મેદાનમાં ઢળી પડ્યો, ફૂટબોલ જગત શોકગ્રસ્ત
ચૅમ્પિયન્સ લીગની આ સીઝનમાં એસી મિલાનની આ પ્રથમ જીત હતી.
જોકે પુલિસિચે પછીથી કહ્યું, ‘મને નસીબનો થોડો સાથ મળ્યો હતો. મેં જે ગોલ કર્યો એ કોઈ ચોક્કસ પ્લાનિંગથી નહોતો કર્યો.
અકસ્માતે જ થઈ ગયો હતો.
આ પણ વાંચો : Sunderland Footballer બળાત્કાર કર્યો હોવાનો મહિલાનો આક્ષેપ
પુલિસિચે વર્તમાન સીઝનમાં મિલાન વતી કુલ સાત ગોલ કર્યા છે. એ ઉપરાંત, તેણે મિલાનના સાથી ખેલાડીઓને ઘણા ગોલ કરવામાં મદદ પણ કરી છે.
આ મૅચ અગાઉ એસી મિલાનની ટીમ પહેલી બન્ને મૅચ હારી ગઈ હતી. એનો લિવરપુલ અને બાયર લીવરકુસેન સામે પરાજય થયો હતો.
આ પણ વાંચો : વર્લ્ડ ચૅમ્પિયન ગોલકીપરે જ્યારે ટીવી કૅમેરામૅનને લાફો ઝીંકી દીધો!