ક્રિસ ગેઈલના અનિલ કુંબલે પર મોટા આરોપો, આ કારણે છોડ્યું કોચપદ

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી રહેલા અનિલ કુંબલેના કોચનો કાર્યકાળ વિવાદોથી ભરેલો રહ્યો છે. 2016થી 2017 સુધી ટીમ ઈન્ડિયાના કોચ રહ્યા પછી 2020થી 2022 સુધી આઈપીએલની ટીમ પંજાબ કિંગ્સના પણ કોચપદે રહ્યા, જ્યારે કુંબલેએ ટીમના કોચ બન્યા ત્યારે તેમની પાસે વધુ અપેક્ષાઓ હતી, પરંતુ એક વર્ષ પછી કાર્યકાળ ખતમ થઈ ગયો હતો. એવું પણ માનવામાં આવે છે કે વિરાટ કોહલી સાથે વિવાદ થયા પછી અનિલ કુંબલેએ પદ છોડ્યું હતું.
2017માં ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલમાં પાકિસ્તાન સામે હાર્યા પછી કુંબલેએ ખેલાડીઓને જોરદાર ઝાટક્યા હતા. આ બાબતમાં કોહલી સામે વિવાદ થયો હતો, ત્યાર બાદ કુંબલેએ પદ છોડ્યું હતું. આ બાબતમાં હવે વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર ક્રિસ ગેઈલે કુંબલે પર મોટો આરોપ મૂક્યો છે. ક્રિસ ગેલે કહ્યું છે કે આઈપીએલની યાત્રા પંજાબ સાથે સમય પહેલા પૂરી થઈ ગઈ હતી. સાચું કહું તો કિંગ્સ ઈલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ)માં મારું બહુ અપમાન થયું હતું. અને મારી સાથે એક સિનિયર ખેલાડી નહીં, પરંતુ જૂનિયર યા બાળકના માફક વ્યવહાર કરવામાં આવ્યો હતો, પરિણામે હું પહેલી વખત ડિપ્રેશનમાં જઈ રહ્યો હોવાનું લાગ્યું.
આ પણ વાંચો: અનિલ કુંબલે કહે છે, `કોલકાતા કેમ વેન્કટેશ ઐયરને…’
ક્રિસ ગેઈલે આગળ કહ્યું હતું કે મેં અનિલ કુંબલેને જવાની પણ વાત કરી હતી. બાયો બબલ અને નિરંતર દબાણને કારણે મારી માનસિક સ્થિતિ પર અસર પડી હતી. મુંબઈ સામે છેલ્લી મેચ રમ્યા પછી મેં વિચાર્યું કે હવે રહેવાથી વધુ નુકસાન થશે. હું રડી પડ્યો હતો, કારણ કે મને બહુ દુખ પહોંચ્યું હતું. મને કેએલ રાહુલે પણ કહ્યું હતું કે મને રોકાઈ જવાની અપીલ કરી હતી, પરંતુ મેં બેગ પેક કરી અને નીકળી ગયો હતો.