સાત્વિક-ચિરાગ સેમિ ફાઇનલમાં, પણ સિંધુ આઉટ

શેન્ઝેનઃ બૅડ્મિન્ટનમાં ભારતની સર્વોત્તમ જોડી સાત્વિકસાઇરાજ રૅન્કિરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ અહીં શુક્રવારે ચાઇના ઓપનની સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જોકે સિંગલ્સમાં ભારતની ઑલિમ્પિક મેડલ વિજેતા પી. વી. સિંધુ (Sindhu) ક્વૉર્ટર ફાઇનલમાં હારી જતાં સ્પર્ધાની બહાર થઈ ગઈ હતી.
સાત્વિક-ચિરાગે ક્વૉર્ટર ફાઇનલ (Quarter final)માં ચીનના રેન ઝિઆન્ગ યુ અને શી હૉનેનને 21-14, 21-14થી હરાવી દીધા હતા અને સેમિ ફાઇનલ (Semi final)માં એન્ટ્રી કરી હતી જેમાં તેઓ મલયેશિયાના વર્લ્ડ નંબર-વન આરૉન ચિઆ અને સોહ વૂઇ યિક સામે રમશે.
Recap: Satwik–Chirag storm through at the #ChinaMastersIndia’s top men’s doubles pair beat Malaysia’s Junaidi Arif/Roy King Yap 24–22, 21–13 on Day 2 to seal their spot in the pre-quarters.
— BAI Media (@BAI_Media) September 18, 2025
Next up later today Chinese Taipei’s Chiu Hsiang Chieh/Wang Chi-Linh.
… pic.twitter.com/uNDQBJrEbA
આ પણ વાંચો : બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપમાં પ્રણયનું નિરાશાજનક પ્રદર્શન, પ્રથમ રાઉન્ડમાં હારીને ટુનામેન્ટની બહાર…
સાત્વિક-ચિરાગની જોડી થોડા મહિના પહેલાં વર્લ્ડ નંબર-વન હતી, પરંતુ હાલમાં નવમા સ્થાને છે. તેઓ તાજેતરમાં જ પૅરિસમાં વર્લ્ડ ચૅમ્પિયનશિપનો બીજો બ્રૉન્ઝ મેડલ જીત્યા હતા તેમ જ હૉંગ કૉંગ ઓપનમાં રનર-અપ રહ્યા હતા.
પી. વી. સિંધુનો ક્વૉર્ટરમાં વર્લ્ડ નંબર-વન અને ઍન સે યંગ સામે 14-21, 13-21થી હારી ગઈ હતી. આ કોરિયન ખેલાડી સામે સિંધુ સતત આઠમી વખત હારી હતી.