સ્પોર્ટસ

ભારત સામે ચીન પરાજિત: સિંધુના હાથે જીતનો આરંભ, 16 વર્ષની અનમોલે અપાવ્યો નિર્ણાયક વિજય

શાહ આલમ (મલેશિયા): ઘૂંટણની ઈજાને કારણે ત્રણ મહિના સુધી બૅડમિન્ટન કોર્ટથી દૂર રહેલી પી. વી. સિંધુએ અહીં બૅડમિન્ટન એશિયા ટીમ ચૅમ્પિયનશિપ્સમાં વિજયી કમબૅક તો કર્યું જ હતું, ચીન સામેના આ મુકાબલામાં ભારતને પ્રથમ જીત પણ તેણે જ અપાવી હતી. તેના આરંભિક વિજય અને 16 વર્ષની અનમોલ ખર્બના હાથે મળેલા નિર્ણાયક વિજય સાથે ભારતે ચીનને 3-2થી હરાવી દીધું હતું.

બે ઑલિમ્પિક મેડલ જીતી ચૂકેલી અને ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન સિંધુની હાલમાં વિશ્ર્વમાં અગિયારમી રૅન્ક છે. તેણે આઠમા નંબરની ચીનની હૅન યુએને 40 મિનિટમાં 21-17, 21-15થી હરાવીને ભારતને 1-0થી સરસાઈ અપાવી હતી. તનિશા ક્રેસ્ટો અને અશ્ર્વિની પોનપ્પાની જોડીનો વિમેન્સ ડબલ્સમાં ચીનની લિઉ શુ અને ટૅન નિન્ગ સામે 19-21, 16-21થી પરાજય થયો હતો, જ્યારે સિંગલ્સમાં અશ્મિતા ચલિહાની વર્લ્ડ નંબર-નાઇન વૉન્ગ યી સામે 13-21, 15-21થી હાર થઈ હતી. એ સાથે, ભારતીય ટીમ 1-2થી પાછળ થઈ ગઈ હતી, પણ ટ્રિસા જૉલી અને ગાયત્રી ગોપીચંદની જોડીએ લિ જિન્ગ તથા લુઓ મિન સામે 10-21, 21-18, 21-17થી જીતી જતાં સ્કોર 2-2થી લેવલ થઈ ગયો હતો.

નિર્ણાયક મુકાબલામાં ભારતની ટીનેજર અને એક સમયની ભારતની ટોચની ખેલાડી સાઇના નેહવાલની ફૅન અનમોલ ખર્બએ ચીનની વુ લુઓ યુને 22-20, 14-21, 21-18થી હરાવીને ભારતીય ટીમને વિજય અપાવ્યો હતો. અનમોલ હરિયાણાની છે અને વિશ્ર્વમાં તેની 472મી રૅન્ક છે, જ્યારે ચીનની વુ યુનનો 149મો ક્રમ છે.

પુરુષોના મુકાબલામાં ભારતે ચીનને 4-1થી પછાડ્યું હતું. એચએસ પ્રણોય પ્રથમ મૅચમાં ઍન્ગ કા ઍન્ગસ સામે 18-21, 14-21થી હારી ગયો હતો, પરંતુ પુરુષોની વર્લ્ડ નંબર-વન જોડી સાત્વિકસાઇરાજ રૅન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ફક્ત 33 મિનિટમાં લુઇ વેઇ અને યેઉન્ગ ચોઇને 21-16, 21-11થી હરાવી દીધા હતા. લક્ષ્ય સેને ચૅન ચૅકને 21-14, 21-9થી હરાવીને ભારતને 2-1થી સરસાઈ અપાવી હતી. એ પછી બીજી ડબલ્સમાં એમ. આર. અર્જુન તથા ધ્રુવ કપિલા અને સિંગલ્સમાં કિદામ્બી શ્રીકાંત વિજયી થયા હતા અને ભારતની મેન્સ ટીમનો 4-1થી વિજય થયો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure Mumbai’s Hidden Gems: Romantic Escape for Two Good News for Some! Shani Dev’s Impact Lessened on Hanuman Jayanti Mobile Phoneમાં સ્લો છે Internetની સ્પીડ? સિમ્પલ ટિપ્સ કરો ફોલો અને જુઓ Magic…