ટોપ ન્યૂઝસ્પોર્ટસ

Chess Olympiad: ભારતે રચ્યો ઇતિહાસ, પુરુષ-મહિલા ટીમે પહેલી વાર જીત્યા Gold Medal

બુડાપેસ્ટઃ ભારતે આજે ઈતિહાસ રચ્યો હતો. ભારતની પુરૂષ અને મહિલા ટીમોએ 45મા ચેસ ઓલિમ્પિયાડના અંતિમ રાઉન્ડમાં પોતપોતાના હરીફોને હરાવીને સ્પર્ધામાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશ, અર્જુન એરિગેસી અને આર પ્રજ્ઞાનાનંદાએ સ્લોવેનિયા સામે 11મા રાઉન્ડમાં પોતપોતાની મેચ જીતી હતી.

ચેસ ઓલિમ્પિયાડના ઈતિહાસમાં 97 વર્ષમાં પહેલીવાર ભારતે પુરુષ અને મહિલા કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ડી ગુકેશ અને અર્જુન એરિગેસીના દમ પર ભારતે ચેસ ઓલિમ્પિયાડના ઓપન વિભાગમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ ઉપરાંત મહિલા વિભાગમાં પણ ભારતે ગોલ્ડ કબજે કર્યો છે.

આ પણ વાંચો: ભારતના ચેસ ચૅમ્પિયન ગુકેશથી ચીન ડરી ગયું કે શું?

ચેસ ઓલિમ્પિયાડમાં ભારતે આ બંને વિભાગમાં ગોલ્ડ જીત્યો હોય તેવું પણ પ્રથમ વખત બન્યું છે. હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં રમાઈ રહેલી 45મી ચેસ ઓલિમ્પિયાડમાં ગુકેશે વ્લાદિમીર ફેડોસીવને હરાવ્યો, જ્યારે એરિગેસીએ જાન સુબેલને હરાવ્યો હતો.

ભારતીય પુરુષ ટીમમાં ડી ગુકેશ, અર્જુન એલિગસી, વિદિત ગુજરાતી, પેન્ટલા હરિકૃષ્ણા, આર પ્રજ્ઞાનાનંદ અને શ્રીનાથ નારાયણન સામેલ હતા. જ્યારે મહિલા ટીમે છેલ્લી મેચમાં અઝરબૈજાનને 3.5-0.5થી હરાવ્યું હતું. મહિલા ટીમમાં હરિકા દ્રોણાવલ્લી, વૈશાલી રમેશબાબુ, દિવ્યા દેશમુખ, વંતિકા અગ્રવાલ, તાનિયા સચદેવ અને અભિજીત કુંતેનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: કોહલીએ ફ્લૉપ ઇનિંગ્સમાં પણ રેકૉર્ડ બનાવ્યો! જાણો કઈ રીતે સચિનની બરાબરીમાં થઈ ગયો

વર્લ્ડ ચેમ્પિયનશિપના ચેલેન્જર્સ ગુકેશ અને અર્જુન એરિગેસીએ ફરી એકવાર મુખ્ય મેચોમાં સારું પ્રદર્શન કરીને ભારતને ઓપન કેટેગરીમાં તેનું પ્રથમ ટાઇટલ જીતવામાં મદદ કરી હતી. સ્લોવેનિયા સામેની મેચમાં ગુકેશે બ્લેક પીસ સાથે વ્લાદિમીર ફેડોસીવ સામે ટેક્નિકલ તબક્કામાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. જો કે તેણે સખત લડત આપી હતી, પરંતુ 18 વર્ષીય ગ્રાન્ડમાસ્ટરે શાનદાર વ્યૂહરચના અપનાવી હતી.

એરિગેસીએ ત્રીજા બોર્ડ પર બ્લેક પીસ સાથે રમતા જાન સુબેલજને હરાવ્યો હતો.

જો તે પૂરતું ન હતું. બાદમાં પ્રજ્ઞાનાનંદાએ એન્ટોન ડેમચેન્કો સામે શાનદાર જીત મેળવી હતી. આ સાથે ભારતે એક મેચ બાકી રહેતા સ્લોવેનિયા પર 3-0થી જીત મેળવી હતી. ભારતીય પુરૂષ ટીમે 22માંથી 21 પોઈન્ટ મેળવ્યા હતા. ખેલાડીઓએ ઉઝબેકિસ્તાન સામે માત્ર 2-2થી ડ્રો રમ્યા હતા. ભારતીય મહિલાઓએ અઝરબૈજાનને 3.5-0.5થી હરાવી દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ડી હરિકાએ પ્રથમ બોર્ડ પર ટેકનિકલ શ્રેષ્ઠતા દર્શાવી હતી અને દિવ્યા દેશમુખે ફરી એકવાર તેના પ્રતિસ્પર્ધીને હરાવીને ત્રીજા બોર્ડ પર તેનો વ્યક્તિગત ગોલ્ડ મેડલ નક્કી કરી લીધો હતો. આર વૈશાલીના ડ્રો બાદ વંતિકા અગ્રવાલની શાનદાર જીતે ભારતીય ટીમને ગોલ્ડ મેડલ સુનિશ્ચિત કર્યો હતો. ભારતીય પુરૂષ ટીમે અગાઉ 2014 અને 2022ની ટૂર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતીય મહિલા ટીમે ચેન્નઈમાં 2022ની સીઝનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…