સ્પોર્ટસ

ચેન્નઈ સુપર કિંગ્સ પછી પંજાબ કિંગ્સનો વારો, શિખર ધવનની કેપ્ટનશિપ છીનવાશે?

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં હવે માત્ર એક દિવસ બાકી રહેતા બધી 10 ટીમ દ્વારા તેમના કેપ્ટન્સની જાહેરાત કરવામાં આવી રહી છે. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)નું સુકાની પદ ઋતુરાજ ગાયકવાડને સોંપવામાં આવતા ખળભળાટ થયો છે, જ્યારે વધુ એક ટીમના કેપ્ટનનું નામ બદલાઈ શકે એવી અટકળો વહેતી થઈ છે.

આઇપીએલના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર 10 ટીમના કેપ્ટનની તસવીર પણ શેર કરવામાં આવી હતો. આ તસવીરમાં પંજાબ કિંગ્સ (PBKS)ના કેપ્ટન શિખર ધવનને બદલે જિતેશ શર્મા જોવા મળતા, શું જિતેશ શર્મા પંજાબ કિંગ્સનો નવો સુકાની બનશે એ બાબતે ચર્ચા શરૂ થઈ ગઈ છે.

PBKSના કેપ્ટન આમ તો શિખર ધવન છે, પણ આઇપીએલ 2024ની ટ્રોફી સાથે બીજી ટીમના કેપ્ટન સાથે જિતેશ શર્મા ઊભો જોવા મળ્યો હતો. જોકે પીબીકેએસ દ્વારા જિતેશ શર્મા કેપ્ટન નહીં પણ વાઇસ કેપ્ટન હશે એવી જાહેરાત કરવામાં આવી હતી અને એક અહેવાલમાં શિખર ધવનની તબિયત ખરાબ હોવાને લીધે તે આ ફોટોશૂટમાં નહોતો આવી શક્યો એવો દાવો કરવામાં આવ્યો છે.

23 માર્ચે પંજાબ કિંગ્સની દિલ્હી કેપિટલ સામે આ સિઝનની પહેલી મેચ છે, જેથી સજા થયા બાદ શિખર ધવન જ પંજાબ કિંગ્સનું સુકાની પદ સંભાળશે, એવું કહેવામાં આવી રહ્યું છે. 2022માં શિખર ધવનને પંજાબ કિંગ્સ દ્વારા સુકાની પદ આપવામાં આવ્યું હતું. ગઈ સિઝનમાં શિખર ધવનની કેપ્ટન્સી હેઠળ પંજાબ કિંગ્સ 14માંથી માત્ર છ મેચ જીતી હતી અને તે પોઈન્ટ ટેબલમાં આઠમા નંબરે હતી.

પંજાબ કિંગ્સે જિતેશ શર્માને વાઇસ કેપ્ટન બનાવતા તે આ જ કે આવતી સિઝનમાં શિખર ધવનને કેપ્ટન તરીકે બદલી કરી શકે છે અને શું આ વર્ષે પંજાબ સારું પરફોર્મ કરશે એવી ચાહકોને આશા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બોલ્ડ-સેક્સી ડ્રેસ પહેરવા પર ટ્રોલ થઇ ચૂકી છે આ અભિનેત્રીઓ …તો 160થી શરૂ થશે Mobile Number! ડેટ નાઈટ પર જોવા મળ્યા વિરાટ અને અનુષ્કા, તસવીરો સામે આવી આ છે IPL-Final’sમાં Lowest Score બનાવનાર ટીમો…