જો ભારત આવ્યો તો.. ચેમ્પિયન્સ ટ્રોફીના હીરોને મળી હતી જાનથી મારવાની ધમકી…
પીછો કરીને લોકો ઘર સુધી પણ પહોંચી ગયા હોવાનો કર્યો ખુલાસો

નવી દિલ્હીઃ ભારતીય ટીમે ન્યૂ ઝીલેન્ડને હરાવી ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ ટુર્નામેન્ટમાં વરૂણ ચક્રવર્તીએ 9 વિકેટ ઝડપી હતી અને ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનારો બોલર હતો. ભારતીય ટીમના સ્પિનર વરુણ ચક્રવર્તીએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું, આઈપીએલમાં શાનદાર પ્રદર્શનના કારણે ટી20 વર્લ્ડકપ 2021 માટે ટીમમાં પસંદગી કરવામાં આવી હતી.
Also read : વન-ડેમાં ડેબ્યૂ કરનાર બીજો સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો વરુણ ચક્રવર્તી
આ દરમિયાન તે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે પ્રભાવશાળી દેખાવ કરી શક્યો નહોતો. પરિણામે ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ હતી. આ ટુર્નામેન્ટમાં તે ત્રણ મેચ રમ્યો હતો પરંતુ એક પણ વિકેટ ઝડપી શક્યો નહોતો. જે બાદ તેને બહાર કરી દેવામાં આવ્યો હતો. ત્રણ વર્ષ સુધી આકરી મહેનત, ઘરેલુ ક્રિકેટ અને આઈપીએલમાં શાનદાર દેખાવ બાદ ગત વર્ષે ટી20 આંતરરાષ્ટ્રીયમાં જોરદાર વાપસી કરી હતી અને હવે વન ડેમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું.
ડિપ્રેશનમાં આવી ગયો હતો

પોતાના ખરાબ સમયને યાદ કરતાં તેણે કહ્યું, ટી20 વર્લ્ડકપ 2021 બાદ ડિપ્રેશનમાં આવી ગયો હતો. હું ટીમના કામમાં આવી ન શક્યો તેની ચિંતા થતી હતી. ભારત પરત ન ફરવાની ધમકી મળતી હતી. વરૂણ ચક્રવર્તીએ કહ્યું, આ મારા માટે ખરાબ સમય હતો. હું ડિપ્રેશનમાં આવી ગયો હતો. વર્લ્ડ કપ ટીમમાં પસંદ થયા બાદ હું સારો દેખાવ કરી શક્યો નહોતો. મને એક પણ વિકેટ ન લઈ શકવાનો અફસોસ હતો. આ પછી ત્રણ વર્ષ સુધી મારી પસંદગી કરવામાં આવી નહોતી. ટીમમાં મારી વાપસી ડેબ્યૂ કરતાં પણ વધારે મુશ્કેલ હતી. આ સમયગાળા દરમિયાન હું ડિપ્રેશનનો શિકાર બન્યો હતો.
વરૂણે કહ્યું, કેટલાક લોકો મારા ઘરે પહોંચી ગયા હતા. 2021 વર્લ્ડકપ બાદ મને ધમકીભર્યા કોલ આવતા હતા. લોકોએ કહ્યું, ભારત આવતો નહીં. જો તું કોશિશ કરીશ તો પણ નહીં આવી શકે. લોકો મારા ઘરની આસપાસ આવીને મને શોધતા હતા. મારે ઘણી વખત છુપાઈ જવું પડ્યું હતું. જ્યારે હું એરપોર્ટથી પરત ફરતો હતો ત્યારે કેટલાક લોકોએ બાઈકથી મારો પીછો કર્યો હતો. હું સમજી શકું છું કે પ્રશંસકો ભાવુક હોય છે.
Also read : IPL 2025ની 10 ટીમમાંથી 9ના કેપ્ટન ભારતીય; જુઓ તમામ ટીમોના કેપ્ટનનું લીસ્ટ
મેં દિવસ રાત મહેનત કરી અને ફળ મળ્યું
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યૂ ઝીલેન્ડ સામેના મુકાબલામાં વરૂણે 5 વિકેટ ઝડપી હતી. તેણે યંગ, ગ્લેન ફિલિપ્સ, બ્રેસવેલ, મિચેલ સેન્ટર અને મેટ હેનરીને શિકાર બનાવ્યા હતા. ટુર્નામેન્ટ પૂરી થયા બાદ તેણે કહ્યું, ટી20 વર્લ્ડકપ 2021માં નિષ્ફળ ગયા બાદ રમતમાં બદલાવ કર્યો. 2021 બાદ ઘણું બદલવું પડ્યું. દિનચર્ચા અને પ્રેક્ટિસ બદલી, પહેલા હું એક સત્રમાં 50 બોલની પ્રેક્ટિસ કરતો હતો. જે બાદ મેં તેને બમણી કરી દીધી. પસંદગીકર્તા મને ફરી ટીમમાં લેશે કે નહીં તેની પણ ખબર નહોતી. ત્રીજા વર્ષ બાદ મને લાગ્યું કે કરિયર પૂરી થઈ ગઈ છે. અમે આઈપીએલ જીત્યાઅને મને ફોન આવ્યો. જે બાદ હું ખુશ હતો. મને વિશ્વાસ નહોતો થતો. હું મારી રમતને એડવાન્સ સ્ટેજમાં લઈ જવા માંગુ છું. મેં નિષ્ફળતાનો સામનો કર્યો છે અને આલોચના કેટલી ખરાબ હોય તે જાણું છું.