ટ્રોફી જિત્યા બાદ હાર્દિક પંડ્યા કેમ કરે છે આ ખાસ કામ? કારણ જાણીને…

ટીમ ઈન્ડિયાએ 140 કરોડ ભારતીયોનો ગઈકાલનો રવિવાર એકદમ યાદગાર બનાવી દીધો. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જિત્યાની ખુશી ટીમ ઈન્ડિયાની સાથે સાથે આખો દેશ મનાવી રહ્યા છે ત્યારે ટીમ ઈન્ડિયા સ્ટાર બેટ્સમેન હાર્દિક પંડ્યા (Hardik Pandya)નો ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો અને ફોટોમાં હાર્દિક એક ખાસ કામ કરતો જોવા મળી રહ્યો છે અને આજે અમે અહીં તમને હાર્દિક કેમ દરેક ટ્રોફી જિત્યા બાદ આવું કરે છે એનું સિક્રેટ જણાવવા જઈ રહ્યા છીએ.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં ફોટોમાં હાર્દિક પંડ્યા જિત બાદ ટ્રોફી સાથે ફોટો પડાવતો જોવા મળી રહ્યો છે. આ ફોટોમાં હાર્દિક એક ખાસ પોઝ આપતો જોવા મળી રહ્યો છે. દરેક વખતે ટ્રોફી જિત્યા બાદ આ પોઝ ચોક્કસ આપે છે.
પરંતુ શું તમને ખબર છે કે હાર્દિક આવું કેમ કરે છે?
વાત જાણે એમ છે કે હાર્દિક જે પોઝ આપી રહ્યો છે એ એક જાણીતા ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લ્યુએન્સર ખાબી લેમનો છે. ખાબી લેમ ઈટલીનો એક જાણીતો ટિકટોકર છે. આ પહેલી વખત નથી કે હાર્દિક ટ્રોફિ જિત્યા બાદ ખાબી લેમનો પોઝ આપતો જોવા મળ્યો હોય. આ પહેલાં પણ તે આવું કરી ચૂક્યો છે.
આ પણ વાંચો…ગાવસકરનું પાંચ વર્ષના બાળકની જેમ ઠેકડા મારીને સેલિબ્રશન, જુઓ મજા પડી જાય એવો વીડિયો…
ઈન્સ્ટાગ્રામ અને ટિકટોક પર ખાબી લેમના કરોડો ફોલોવર્સ છે. 100 મિલિયન ફોલોવર્સ સાથે ખાબી લેમ બીજા નંબરનો સૌથી સફળ ટિકટોકર છે. ખાબીના વીડિયો ખાસ વાત એ છે કે તે પ્રોબ્લેમ સોલ્વ કર્યા બાદ એક ખાસ ફેશિયલ એક્સપ્રેશન આપે છે, જે આજના સમયમાં એક ફેમસ મીમ બની ચૂક્યું છે.
ગઈકાલે પણ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જિત્યા બાદ હાર્દિક પંડ્યાએ એવો જ પોઝ આવ્યો છે જેનો અર્થ એવો થાય છે કે તેના માટે આ ખૂબ જ સરળ રહ્યું હતું. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં ટી20 વર્લ્ડ કપ જિત્યા બાદ પણ હાર્દિક પંડ્યાએ આવો જ પોઝ આપ્યો હતો, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થયો હતો.