Champions Trophy 2025ટોપ ન્યૂઝ

ભારત સામે હાર્યા બાદ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથે ODI ક્રિકેટને અલવિદા કહ્યું; આવી રહી કારકિર્દી…

દુબઈ: ICC Champions Trophy 2025ની દુબઈમાં રમાયેલી પહેલી સેમીફાઈનલ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે (IND vs AUS) હરાવ્યું, આ સાથે આ ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાની સફરનો અંત આવ્યો. આ મેચના બીજા દિવસે ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત (Steve Smith announce retirement) કરી છે.

Also read : ભારત ફાઇનલમાંઃ વર્લ્ડ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા સામે બદલો લઈ લીધો…

નોંધનીય છે કે ઈજાગ્રસ્ત પેટ કમિન્સની ગેરહાજરીમાં સ્ટીવ સ્મિથે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમની કેપ્ટનશીપ સાંભળી હતી. સ્ટીવ સ્મિથે ઓસ્ટ્રેલિયન ટીમને સેમી ફાઈનલ સુધી પહોંચાડી હતી. સેમીફાઈનલમાં ટીમની ભારત સામે હાર થઇ, સ્મિથે ઓસ્ટ્રેલિયન ટીમ તરફથી સૌથી વધુ 73 બનાવ્યા હતાં. હવે તેણે ODI ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. જોકે, તે ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ અને ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમતો રહશે.

2028ના ઓલમ્પિકમાં રમશે?
દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં હાર બાદ સ્ટીવ સ્મિથે સાથી ખેલાડીઓને નિવૃત્તિ અંગેના નિર્ણયની જાણ કરતા કહ્યું કે, ODIમાંથી નિવૃત્તિ લેવાનો આ યોગ્ય સમય છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અનુસાર, સ્મિથ ટેસ્ટ અને ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતો રહેશે. તે લોસ એન્જલસમાં વર્ષ 2028 માં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સમાં પણ ભાગ લઇ શકે છે.

નિવૃત્તિ લેતા સ્મિથે શું કહ્યું?
એક પ્રેસ રિલીઝમાં સ્મિથે કહ્યું, “આ એક શાનદાર સફર રહી છે અને મેં દરેક ક્ષણનો આનંદ માણ્યો છે. આ સફરમાં ઘણી બધી અદ્ભુત ક્ષણો અને મહાન યાદો રહી છે. બે વર્લ્ડ કપ જીતવું એ એક શાનદાર સિદ્ધિ હતી, આ સફરમાં સાથે ઘણા મહાન સાથી ખેલાડીઓ પણ હતા. હવે સાથે ખેલાડીઓ માટે 2027 ODI વર્લ્ડ કપ માટે તૈયારી શરૂ કરવાની એક શ્રેષ્ઠ તક છે, તેથી એવું લાગે છે કે હવે મારા માટે આ રમત છોડી દેવાનો યોગ્ય સમય છે.”

તેણે લખ્યું કે, “ટેસ્ટ ક્રિકેટ હજુ પણ પ્રાથમિકતા છે અને હું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ, શિયાળામાં વેસ્ટ ઇન્ડીઝ અને પછી ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે રમવા માટે આતુર છું. મને લાગે છે કે મારી પાસે હજુ પણ તે ટેસ્ટમાં ઘણું યોગદાન આપવાનું બાકી છે.”

સ્મિથની કારકિર્દી:
સ્મિથે 19 ફેબ્રુઆરી, 2010 ના રોજ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે ODIમાં ડેબ્યૂ કર્યું હતું. આ 15 વર્ષોમાં તેણે ઘણી સિદ્ધિઓ મેળવી છે. તેણે પોતાની ડેબ્યૂ મેચમાં બેટિંગ કરી ન હતી કારણ કે તે સમયે તેને સ્પિનર તરીકે સામેલ કરવામાં આવ્યો હતો. એ મેચમાં તેણે બે વિકેટ લીધી હતી.

Also read : રોહિત શર્મા ક્રિકેટ વિશ્વનો એવો પહેલો કેપ્ટન બન્યો જેણે…

લેફ્ટ હેન્ડ બેટર સ્ટીવ સ્મિથે ઓસ્ટ્રેલિયા માટે 169 વનડે મેચ રમી છે. આ મેચોની 153 ઇનિંગ્સમાં તેણે કુલ 5,787 રન બનાવ્યા, તેનો બેસ્ટ સ્કોર 164 રહ્યો. આ ફોર્મેટમાં તેની એવરેજ 43.06 રહી, જ્યારે સ્ટ્રાઈક રેટ 87.13 ના રહી. તેણે ODIમાં 12 સદી અને 34 અડધી સદીનો ફટકારી છે. તે 20 વખત નોટ આઉટ રહ્યો. તેણે ODI ક્રિકેટમાં 517 ચોગ્ગા અને 57 છગ્ગા ફટકાર્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button