Champions Trophy 2025

Champion Trophyની ફાઈનલ કેપ્ટન રોહિતની છેલ્લી મેચ રહેશે? BCCI આપી રહ્યું છે સંકેત

મુંબઈ: T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમને ચેમ્પિયન બનાવ્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ T20I ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. હાલ રોહિત ટેસ્ટ અને ODI ફોર્મેટમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. રોહિતની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ (Indian Cricket Team) હાલમાં ચાલી રહેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં અજેય રહીને ફાઈનલમાં પ્રવેશી છે. રવિવારે ભારત અને ન્યુઝીલેન્ડ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાશે. આ મેચ બાદ ટુર્નામેન્ટનું ચેમ્પિયન કોણ હશે તેનો નિર્ણય થઇ જશે, આ સાથે કેપ્ટન તરીકે રોહિત શર્માના ભવિષ્ય અંગે પણ નિર્ણય થઇ જશે.

એક અખબારી અહેવાલ અનુસાર, BCCI આગામી બે વર્ષના કાર્યક્રમ માટે એક સ્થિર કેપ્ટન ઈચ્છે છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 બાદ રોહિતને વનડે અને ટેસ્ટ ફોર્મેટમાં ટીમનો કેપ્ટન રાખવા અંગે ચર્ચાઓ થઈ શકે છે, બોર્ડે હાલ ન્યૂઝીલેન્ડ સામેની ફાઇનલ સુધી નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરવાનું ટાળ્યું છે.

અહેવાલ મુજબ, આ વર્ષની શરૂઆતમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયાના પ્રવાસથી પરત ફર્યા બાદ ચીફ સિલેક્ટર અજિત અગરકર અને હેડ કોચ ગૌતમ ગંભીરે BCCI અને રોહિત સાથે કેપ્ટનશીપ અંગે વાત કરી હતી.

ODI વર્ડ્જ કપ 2027ની તૈયારી:
BCCIના સૂત્રને ટાંકીને અખબારી અહેવાલમાં જણાવવામાં આવ્યું કે રોહિત હજુ પણ ક્રિકેટ રમવા ઈચ્છે છે. રોહિતને તેની આગળની યોજનાઓ અંગે જાણ કરવા કહેવામાં આવ્યું છે. નિવૃત્તિ લેવાનો નિર્ણય રોહિતનો જ રહેશે, પરંતુ કેપ્ટનશીપ અંગે ફરી ચર્ચા થશે. રોહિત પોતે સમજે છે કે જો ટીમ આવનાર વર્ડ્ે કપની તૈયારી કરી રહી છે ત્યારે એક સ્થિર કેપ્ટનની જરૂરિયાત છે.

અહેવાલ મુજબ બોર્ડ ચેમ્પિયન્સ ટ્રોફી પછી રોહિતના નિર્ણયની રાહ જોશે. જો તે નિવૃત્તિ લેવાનું જાહેર કરે છે, તો બોર્ડ જોશે કે શું કરી શકાય.

સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ રીન્યુ નથી થયા:
અહેવાલ મુજબ BCCIએ નિરાશાજનક ટેસ્ટ સિરીઝ બાદ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી નથી, હવે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમના પ્રદર્શનના મૂલ્યાંકનને આધારે બોર્ડ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ તૈયાર કરશે. હાલ રોહિત, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા ગ્રેડ A+ કોન્ટ્રાક્ટ હેઠળ છે.

BCCI ની પોલીસી મુજબ ત્રણેય ફોર્મેટમાં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓની A+ કોન્ટ્રાક્ટ હેઠળ રાખવામાં આવે છે. રોહિત, કોહલી અને જાડેજા T20I માંથી નિવૃત્ત થઈ ચૂક્યા ત્યારે નવા કોન્ટ્રાક્ટ અંગે મુશ્કેલ ઉભી થઇ છે. આ ખેલાડીઓ છેલી ટેસ્ટ સિરીઝમાં પણ સારું પ્રદર્શન કરી શક્યા નથી. જોકે, ચેમ્પિયન્સ ટ્રોફીમાં મજબૂત પ્રદર્શનને આધારે તેમનો A+ કોન્ટ્રાક્ટ અકબંધ રહી શકે છે.

આ પણ વાંચો…Rohit Sharmaની હાર જ અપાવશે ICC Champions Trophyમાં ટીમ ઈન્ડિયાને જિત…

અગાઉ આ રીતે બદલાયા છે કેપ્ટન:
2019 ODI વર્લ્ડ કપના બે વર્ષ પહેલા એમએસ ધોનીએ ODI અને T20I ફોર્મેટમાં કેપ્ટન પદ છોડી દીધું હતું, જેના કારણે કોહલીને કેપ્ટન તરીકે સ્થાયી થવા માટે પૂરતો સમય મળ્યો હતો. તેવી જ રીતે, કોહલીએ 2021 માં T20I કેપ્ટનશીપ છોડી દીધી, જેથી રોહિતને સમય મળે. રોહિતે વર્ષ 2021માં જ ODI કેપ્ટનપદ સંભાળ્યું હતું. જેનાથી રોહિતને 2023ના વર્લ્ડ કપમાં ટીમનું નેતૃત્વ કરવા માટે બે વર્ષનો સમય મળ્યો.

2027 વર્લ્ડ કપને આડે બે વર્ષનો સમય છે, હાલમાં ODI ફોર્મેટ માટે ટીમનો વાઈસ-કેપ્ટન શુભમન ગિલ હજુ રોહિત અને કોહલી જેવા સિનિયર્સ પાસેથી નેતૃત્વના ગુણ શીખી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button