રોહિત શર્મા ક્રિકેટ વિશ્વનો એવો પહેલો કેપ્ટન બન્યો જેણે…

દુબઈ: રોહિત શર્મા ક્રિકેટ જગતનો એવો પહેલો કેપ્ટન બન્યો છે જે તમામ આઈસીસી ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચવામાં સફળ થયો છે.
Also read : રોહિતની ફિટનેસ પરની ટીકાનો રૈનાએ આપ્યો જડબાતોડ જવાબ
ગઈ કાલે ભારતે રોહિત શર્માના સુકાનમાં ઑસ્ટ્રેલિયાને રોમાંચક સેમિ ફાઈનલમાં 11 બૉલ અને ચાર વિકેટ બાકી રાખીને હરાવવાની સાથે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ટીમ ઇન્ડિયા લાગલગાટ ત્રીજી વખત આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે.
ઑસ્ટ્રેલિયાએ બૅટિંગ લીધા પછી 49.3 ઓવરમાં 264 રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારતે 48.1 ઓવરમાં 6 વિકેટના ભોગે 267 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી (84 રન, 98 બૉલ, પાંચ ફોર) મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો.
રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારત ચારેય આઈસીસી ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચવામાં સફળ થયું છે:
(1) વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ, 2023
(2) વન-ડે વર્લ્ડ કપ, 2023
(3) ટી-20 વર્લ્ડ કપ 2024
(4) ચેમ્પિયન્સ ટ્રોફી, 2025