Champions Trophy: બાંગ્લાદેશ ન્યૂ ઝીલેન્ડ સામે હારતા પાકિસ્તાન બહાર ફેંકાયું…
સેમી ફાઇનલમાં ટીમ ઈન્ડિયાની એન્ટ્રી

રાવલપિંડી: સોમવારે રાવલપિંડીમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ન્યૂઝીલેન્ડે બાંગ્લાદેશ પર 5 વિકેટથી વિજય મેળવ્યો છે. આ સાથે જ ન્યૂઝીલેન્ડે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. ભારતની સાથે, ન્યુઝીલેન્ડ પણ ગ્રુપ A માંથી સેમિફાઇનલમાં પહોંચી ગયું છે. તેની સાથે જ પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમો રેસમાંથી બહાર થઈ ગઈ છે.
Also read : Champions Trophy: રોહિત અને શમીની ઈજા સમસ્યા બની શકે છે ? જાણો અપડેટ
પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમ બહાર
આ મેચના રિઝલ્ટની સાથે, પાકિસ્તાનની છેલ્લી આશા પર પણ પાણી ફરી વળ્યું છે. હવે સત્તાવાર રીતે પાકિસ્તાન ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લી વખત ચેમ્પિયન્સ ટ્રોફી 2017 માં રમાઈ હતી, જેમાં પાકિસ્તાને ખિતાબ પોતાને નામ કર્યો હતો. ગ્રુપ A માંથી ભારત અને ન્યુઝીલેન્ડે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કરી લીધું છે. પાકિસ્તાનની સાથે બાંગ્લાદેશની ટીમ પણ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર થઈ ગઈ છે.
Also read : ખરું કહું તો આ ટૂર્નામેન્ટમાં હવે અમારા માટે બધું ખતમ થઈ ગયું: પાકિસ્તાન કેપ્ટન રિઝવાન
રચિન રવિન્દ્રનું મહત્વપૂર્ણ યોગદાન
બાંગ્લાદેશ સામે ન્યુઝીલેન્ડની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન ભારતીય મૂળના ખેલાડી રચિન રવિન્દ્રનું રહ્યું છે. તેણે મેચમાં શાનદાર બેટિંગ કરી અને 112 રનની મેચ વિજેતા ઇનિંગ રમી. આ સાથે તે ICC ટુર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડ માટે સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી પણ બની ગયો છે. હવે રચિન રવિન્દ્ર પાસે ICC ઇવેન્ટ્સમાં 4 સદીનો રેકોર્ડ છે.