Champions Trophy 2025: PAK vs NZ મેચ રોમાંચક રહેશે; જાણો કેવી રહેશે પીચ અને હવામાન

કરાચી: જેની ક્રિકેટ ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતાં, એ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની આજથી શરૂઆત થવા જઈ (Champions Trophy 2025) રહી છે. આ હાઈપ્રોફાઈલ ટુર્નામેન્ટની પહેલી મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડની ટીમો વચ્ચે કરાચીના નેશનલ સ્ટેડિયમમાં (PAK vs NZ, Karachi) રમાશે, દર્શકોને એક રોમાંચક મેચ જોવા મળે તેવી આશા છે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 2.30 વાગ્યે શરૂ થશે.
પાકિસ્તાન બદલો લેશે?
નોંધનીય છે કે તાજેતરમાં જ પાકિસ્તામાં પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે ટ્રાઈ સિરીઝ રમાઈ હતી. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ આ ટ્રાઈ સિરીઝની ફાઈનલમાં પહોંચી હતી, આ મેચ કરાચીમાં જ રમાઈ હતી, જેમાં મોહમ્મદ રિઝવાનની આગેવાની હેઠળની પાકિસ્તાનની ટીમનો પરાજય થયો હતો. એટલું જ આ સિરીઝમાં ન્યુઝીલેન્ડે પાકિસ્તાનને બે વાર હરાવ્યું હતું, તેથી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામે મોટો પડકાર હશે. પાકિસ્તાનની ટીમ ન્યુઝીલેન્ડ સામે હારનો બદલો લઇને ચાહકોમાં ફરી ઉત્સાહ ભરી શકે છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી મેચ દરમિયાન હવામાન કેવું રહેશે અને પીચની સ્થિતિ કેવી રહેશે તેના પર નજર કરીએ.
આ પણ વાંચો…આવતી કાલથી 36 કૅમેરા અને અદ્યતન ટેક્નોલૉજીના અઢળક સાધનો ક્રિકેટરો પર રાખશે બાજ નજર
કરાચીની પીચ કેવી રહેશે?
કરાચીના નેશનલ સ્ટેડિયમની પીચ પર આજે હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી છે. જોકે શરૂઆતમાં ફાસ્ટ બોલરોને થોડી મદદ મળી શકે છે, પરંતુ જેમ જેમ મેચ આગળ વધશે તેમ તેમ પીચ બેટર્સને અનુકૂળ થઇ શકે છે. જોકે પછીથી સ્પિનરોને થોડી મદદ મળી શકે છે, પરંતુ આ પીચ પરથી બોલ વધુ ટર્ન નહીં લે.
કરાચીમાં હવામાન કેવું રહેશે?
આજની મેચ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી, મેચ કોઈપણ વિક્ષેપ વિના રમાશે. કરાચીમાં સવારે હવામાનમાં મોટાભાગે વાદળછાયું અને હુંફાળું રહેવાની આગાહી છે, જો કે બપોરે પવન નીકળશે. બપોરનું તાપમાન 32 ડિગ્રીની આસપાસ રહેવાની ધારણા છે જ્યારે સાંજે તે 23 ડિગ્રી સુધી ઘટી શકે છે.
પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ હેડ ટૂ હેડ:
પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે સુધીમાં 118 ODI મેચ રમાઈ છે, જેમાં પાકિસ્તાને 61 મેચ જીતી છે જ્યારે ન્યુઝીલેન્ડે 53 મેચ જીતી છે. બંને વચ્ચે એક મેચ ટાઇ રહી હતી જ્યારે 3 મેચનું કોઈ પરિણામ આવ્યું ન હતું.
અગાઉની ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચ રમાઈ છે, જેમાં ત્રણેય મેચ ન્યુઝીલેન્ડની ટીમે જીત મેળવી છે. એટલે કે પાકિસ્તાન આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી ન્યુઝીલેન્ડ સામે એક પણ મેચ જીતી શક્યું નથી.
આ પણ વાંચો…ચૅમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં ન્યૂ ઝીલૅન્ડ સામે પાકિસ્તાન ત્રણેય મુકાબલા હાર્યું છે
પાકિસ્તાન સ્કવોડ:
મોહમ્મદ રિઝવાન (કેપ્ટન અને વિકેટકીપર), બાબર આઝમ, ફખર ઝમાન, કામરાન ગુલામ, સઈદ શકીલ, તૈયબ તાહિર, ફહીમ અશરફ, ખુશદિલ શાહ, સલમાન અલી આગા, ઉસ્માન ખાન, અબરાર અહેમદ, હરિસ રૌફ, મોહમ્મદ હસનૈન, નસીમ શાહ, શાહીન આફ્રિદી.
ન્યુઝીલેન્ડ સ્કવોડ:
મિશેલ સેન્ટનર (કેપ્ટન), માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, કાયલ જેમીસન, મેટ હેનરી, ટોમ લેથમ (વિકેટકીપર), ડેરિલ મિશેલ, વિલ ઓ’રોર્ક, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, નાથન સ્મિથ, કેન વિલિયમસન, વિલ યંગ, જેકબ ડફી.