Champions Trophy 2025

PAK vs BAN: જો આજે હાર થશે પાકિસ્તાનના નામે લખાશે આ શરમજનક રેકોર્ડ; હજુ સુધી આવું નથી બન્યું…

રાવલપિંડી: પાકિસ્તાનની યજમાની હેઠળ રમાઈ રહેલી ICC Champions Trophy 2025 ટુર્નામેન્ટ હાલ ક્રિકેટ ચાહકોની ચર્ચાના કેન્દ્રમાં છે. ટુર્નામેન્ટમાં ઘણી રોમાંચક મેચો જોવા મળી છે. આજે યજમાન પાકિસ્તાન અને બાંગ્લાદેશ (PAK vs BAN) વચ્ચે રાવલપિંડીમાં મેચ યોજાઈ રહી છે. આ મેચના પરિણામની ગ્રુપ-Aના સેમિફાઈનલના સમીકરણ પર કોઈ અસર નહીં પડે, ભારત અને ન્યુઝીલેન્ડ પહેલેથી સેમીફાઈનલમાં પહોંચી ગયું છે. આ મેચથી એ ખબર પડશે કે ગ્રુપ A ના પોઈન્ટ ટેબલમાં ત્રીજા અને ચોથા નંબર પર કોણ રહેશે.

Also read : ફખર ઝમાને ખુલાસામાં કહ્યું, `નિવૃત્તિ કેવી ને વાત કેવી, મેં પણ મારા વિશેની અફવા સાંભળી છે’

હાલ રાવલપીંડીમાં સતત વરસી રહેલા વરસાદને કારણે આ લખાય છે ત્યાં સુધી મેચ શરુ થઇ શકી નથી. પરંતુ જો વરસાદ અટકે અને મેચમાં પાકિસ્તાન હારી જાય છે, તો તેના નામે એક શરમજનક રેકોર્ડ લખાશે. પાકિસ્તાન હારતાની સાથે જ ચેમ્પિયન્સ ટ્રોફીમાં એક એવો રેકોર્ડ બનશે જે પહેલાં ક્યારેય બન્યો નથી.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં આવું ક્યારેય નથી બન્યું:
અત્યાર સુધી ચેમ્પિયન્સ ટ્રોફીની કુલ આઠ એડિશન રમાઈ ચુકી છે. અગાઉ ક્યારેય એવું નથી બન્યું કે યજમાન દેશની ટીમ ટુર્નામેન્ટમાં એક પણ મેચ જીતી શકી ન હોય. જોકે, વર્ષ 2000 માં કેન્યામાં ICC નોકઆઉટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે કેન્યાએ ભારત સામે પોતાની પહેલી મેચ રમી હતી, જેમાં કેન્યાની ટીમ હારી જતાં ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. નોંધનીય છે કે તે સમયે, આ ટુર્નામેન્ટની બધી મેચો નોકઆઉટ મેચ તરીકે રમાતી હતી, જે પણ ટીમ મેચ હારી જાય તે સીધી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જતી હતી.

ત્યારબાદ 2002 માં આ ટુર્નામેન્ટને ચેમ્પિયન્સ ટ્રોફી નામ આપવામાં આવ્યું. ત્યારથી, એક પણ વાર એવું નથી બન્યું કે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરનારા દેશની ટીમે ટુર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાં એક પણ મેચ જીતી ન હોય. આવી સ્થિતિમાં, જો પાકિસ્તાન આજે બાંગ્લાદેશ સામેની આ મેચ હારી જાય છે, તો આ રેકોર્ડ પાકિસ્તાનના નામે નોંધાશે.

Also read : 1,000 મજૂરની મદદથી 1800 કરોડના ખર્ચે લાહોરનું સ્ટેડિયમ બન્યું, પણ પાકિસ્તાનને એકેય મૅચ ન રમવા મળી!

ચેમ્પિયન્સ ટ્રોફીની દરેક સિઝનમાં યજમાન ટીમોનું પ્રદર્શન:

  1. 2000, યજમાન – કેન્યા, મેચ-1, હાર-1
  2. 2002, યજમાન- શ્રીલંકા, મેચ-2, જીત -2
  3. 2004, યજમાન- ઇંગ્લેન્ડ, મેચ-2, જીત-2
  4. 2006, યજમાન- ભારત, મેચ- 3, હાર-2, જીત-1
  5. 2009, યજમાન- દક્ષિણ આફ્રિકા, મેચ-3, હાર- 2, જીત- 1
  6. 2013, યજમાન- ઇંગ્લેન્ડ, મેચ- ૩ હાર- 1, જીત- 2
  7. 2017, યજમાન- ઇંગ્લેન્ડ, મેચ- ૩, જીત- ૩

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button