Champions Trophy 2025

હાર્દિક પંડ્યાના છગ્ગાનું સેલિબ્રેશન એક્સ વાઈફ નતાશાએ પણ કર્યુ? શું બન્ને ફરીથી…

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલે રમાયેલી સેમિ ફાઈનલના ત્રણ હીરો છે. એક તો વિરાટ કોહલી, કે. એલ. રાહુલ અને આપણા ગુજરાતનો હાર્દિક પંડ્યા. પંડ્યાએ માત્ર 28 રન કર્યા તે આઉટ થયો, પરંતુ તેના ખરા સમયે આવેલા ત્રણ છક્કાએ ભારતમાં માટે જીતનો રસ્તો આસાન કરી નાખ્યો. પંડ્યાની ગેમથી દર્શકોને મજા પડી ગઈ અને તેની ગર્લફ્રેન્ડ જસ્મીન વાલીયા પણ ઝૂમી ઊઠી, પણ નેટીઝન્સનું ધ્યાન બીજે ક્યાંક જ ગયું.

પંડ્યાની ઈનિંગથી દેશ આખો ખુશ હતો અને લોકોએ ભારતની જીત સેલિબ્રેટ પણ કરી, પણ પંડ્યાથી અલગ થયેલી પત્ની નતાશાએ કેક કટિંગ કરતી અને બીજી તસવીરો પોસ્ટ કરતા કેટકેટલીયે વાતો વહેતી થઈ. પંડ્યાની સિક્સથી નતાશા આટલી ખુશ થઈ કે શું તેવું નેટિઝન્સને લાગ્યું પણ ખરેખર એમ નથી.

આ પણ વાંચો: હાર્દિક પંડ્યા કેટલા કરોડની ઘડિયાળ પહેરીને રમ્યો મેચ, જાણો હકીકત?

વાત જાણે એમ છે કે નતાશા સ્ટેનકોવિકનો 4થી માર્ચે એટલે કે ગઈકાલે જન્મદિવસ હતો. તેથી તેણે દીકરા અગત્સ્ય સાથે સેલિબ્રેશન કર્યું, કેક કાપી અને ફોટા સાથે પોસ્ટ શરે કરી. તેણે વિશ કરનારા ફેન્સનો આભાર માન્યો અને દીકરા સાથે કેક કટિગનો ફોટો પણ શેર કર્યો.

પંડયા અને નતાશાના અલગ થવાની ખબરો 2024માં ભારે ચર્ચાનો વિષય બની. ઘણી અટકળો બાદ બન્નેએ અલગ થવાનો નિર્ણય જાહેર કર્યો. ત્યારબાદ નતાશાનું નામ હવે યુટયૂબર એલ્વિશ યાદવ અને હાર્દિકનું નામ મોડેલ જસ્મીન વાલીયા સાથે જોડાઈ રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button