Champions Trophy 2025

PAK vs IND: ભારત ટોસ હારતા જ નોંધાયો શરમજનક રેકોર્ડ, ચાહકોને મળી નિરાશા…

Champions Trophy 2025, India vs Pakistan: આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે છે. મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો હતો. આ હાઈવોલ્ટેજ મુકાબલામાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા ટોસ જીતી શક્યો નહોતો. ટોસ હારવાની સાથે જ રોહિત શર્માના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો હતો.

Also read :લાહોરના ફિયાસ્કો માટે પાકિસ્તાને આઇસીસીને જવાબદાર ગણાવી…

બનાવ્યો આ અણગમતો રેકોર્ડ

વન ડે ક્રિકેટમાં ભારતીય ટીમ સતત 12મી મેચમાં ટોસ હાર્યું હતું. ઉપરાંત ટીમ ઈન્ડિયાએ સતત વન ડેમાં સૌથી વધુ વખત ટોસ હારવાનો અણગમતો રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલાં વન ડેમાં સૌથી વધુ ટોસ હારવાનો રેકોર્ડ નેધરલેન્ડના નામે હતો. આ ટીમ સતત 11 વન ડે મેચમાં ટોસ હારી હતી. ભારતે વર્લ્ડકપ 2023ની ફાઈનલથી લઈ અત્યાર સુધી સતત 12 વખત ટોસ હાર્યું છે. જે વન ડેમાં કોઈ પણ ટીમનો ટોસ હારવાનો સૌથી લાંબો સિલસિવલો છે. નેધરલેન્ડ માર્ચ 2011થી ઓગસ્ટ 2013 સુધી 11 વખત ટોસ હાર્યું હતું.

ભારત અને પાકિસ્તાન 8 વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટકરાઈ રહ્યા છે. આ ટુર્નામેન્ટમાં બંને ટીમો 2017માં સામ સામે રમ્યા હતા. આ મેચમાં પાકિસ્તાને ભારતને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.

Also read પાકિસ્તાનના જ ગુજરાતી પ્લેયરે ચોંકાવનારા નિવેદનોમાં કહ્યું, `રિઝવાનની ટીમ ભારતનો સામનો કરવા પૂરી તૈયાર નથી’

ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન 5 વખત ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટકારાયા છે. જેમાં ભારત 2 વખત અને પાકિસ્તાન 3 વખત જીત્યું છે. આ વખતે ભારત પાસે હિસાબ સરભર કરવાનો મોકો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button