Champions Trophy 2025

ભારતે લાહોરના સ્ટેડિયમને ટૂર્નામેન્ટની બહાર ફેંકી દીધું…

પાકિસ્તાનની આબરૂના ધજાગરા: યજમાન દેશમાં ફાઇનલ ન હોય એવો આઈસીસી સ્પર્ધામાં પ્રથમ બનાવ

દુબઈ: ભારત ગઈ કાલે સેમિ ફાઈનલમાં વન-ડેના વિશ્વ વિજેતા ઑસ્ટ્રેલિયાને 11 બૉલ અને ચાર વિકેટ બાકી રાખીને પરાસ્ત કરીને ચેમ્પિયન્સ ટ્રોફીની બહાર કરી દીધું એ અગાઉ 23મી ફેબ્રુઆરીએ ભારતે મુખ્ય યજમાન પાકિસ્તાનને પછડાટ આપીને સ્પર્ધાની બહાર ફેંકી દીધું હતું અને હવે એના શહેર લાહોરને પણ ટૂર્નામેન્ટમાંથી આઉટ કરી દીધું છે.

Also read : આઇપીએલ માટે બીસીસીઆઇએ લાગુ કર્યા નવા નિયમો, ખેલાડીઓને નહીં મળે આ પરવાનગી…

વાત એમ છે કે ભારત આ ટૂર્નામેન્ટની રવિવારની ફાઇનલમાં પહોંચી ગયું હોવાથી હવે ફાઈનલ દુબઈમાં જ રમાશે. જો ભારત ફાઇનલમાં ન ગયું હોત તો ફાઇનલ મોટા ભાગે લાહોરમાં રમાવાની હતી. જોકે ગઈ કાલે વર્લ્ડ ચેમ્પિયન ઑસ્ટ્રેલિયાને ફાઇનલમાં માત આપીને ભારતે ફાઇનલમાં એન્ટ્રી કરી લીધી હતી.

https://twitter.com/BCCI/status/1896954915899256977

પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીનું મુખ્ય યજમાન હોવા છતાં એને ત્યાં ફાઈનલ નહીં રમાય. પાકિસ્તાનની આબરૂના તો ધજાગરા થયા જ છે, યજમાન દેશની પોતાની જ ધરતી પર ફાઇનલ ન રમાવાની હોય એવું આઇસીસી ટૂર્નામેન્ટોના ઇતિહાસમાં પહેલી જ વખત બની રહ્યું છે.

‘ધાર્યું તો ધણીનું જ થાય’ એ કહેવત અહીં ફિટ બેસે એવી છે. ભારતીય ટીમ પોતાની તમામ મૅચો દુબઈમાં જ રમશે એવું અગાઉથી જ બીસીસીઆઈએ આઈસીસી સાથે મળીને નક્કી કર્યું હતું. એ જોતાં હવે ભારત ફાઇનલમાં આવી ગયું હોવાથી ફાઇનલ પણ દુબઈમાં જ રમાશે. ભારતમાં આતંકવાદીઓને ઘુસાડતું અને ભારતની ધરતી પર આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરતા પાકિસ્તાનનું ફરી એકવાર નાક કપાયું છે.

Also read : રોહિતની ફિટનેસ પરની ટીકાનો રૈનાએ આપ્યો જડબાતોડ જવાબ

ચાર દિવસ પછીની ફાઈનલ માટે દુબઈ નક્કી થઈ જતા હવે લાહોરના ગદાફી સ્ટેડિયમ પર ચોકડી મુકાઈ ગઈ છે. આજે ન્યૂ ઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે લાહોરમાં રમાનારી સેમિ ફાઇનલ પાકિસ્તાનની ધરતી પર આ સ્પર્ધાની છેલ્લી મૅચ છે.

પાકિસ્તાને 117 દિવસમાં 1,800 કરોડ રૂપિયાના ખર્ચે લાહોરના સ્ટેડિયમનું ઇનોવેશન કર્યું હતું. ત્યાં પાકિસ્તાનની ટીમને એક પણ મૅચ તો ન રમવા મળી, પોતાના શ્રેષ્ઠ મનાતા સ્ટેડિયમોમાં ત્રણ મૅચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. પાકિસ્તાન આ સ્પર્ધાનું મુખ્ય યજમાન હોવા છતાં પહેલી સેમિ ફાઇનલ ગઈ કાલે પાકિસ્તાનની બહાર (દુબઈમાં) રમાઈ હતી.

સોશિયલ મીડિયામાં પાકિસ્તાનની ખૂબ મજાક ઊડાવવામાં આવી રહી છે. ‘હોસ્ટ હો કે ભી હોસ્ટ નહીં’ એવી ટિપ્પણી મીમ્સમાં દુબઈની ફાઈનલને અનુલક્ષીને થઈ રહી છે અને એવા પણ અહેવાલો છે કે ફાઇનલ લાહોરમાં ન રમાવાની હોવાથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આર્થિક રીતે બહુ મોટું નુકસાન ભોગવવું પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button