IND VS PAK: પાકિસ્તાનને હરાવ્યા પછી BCCIના અધિકારીએ કોહલી માટે શું કહ્યું, જાણો? | મુંબઈ સમાચાર

IND VS PAK: પાકિસ્તાનને હરાવ્યા પછી BCCIના અધિકારીએ કોહલી માટે શું કહ્યું, જાણો?

દુબઇઃ ભૂતપૂર્વ રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર અને બીસીસીઆઈ (BCCI)ના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામે સદી ફટકારનારા સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની પ્રશંસા કરતા કહ્યું કે તેણે પોતાની ઇનિંગ દરમિયાન દબાણ હેઠળ અસાધારણ ધીરજ બતાવી હતી. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીની અણનમ સદીની મદદથી ભારતે પાકિસ્તાનને છ વિકેટથી હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

બીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ ઠાકુરે જણાવ્યું હતું કે, “વિરાટ કોહલીએ પોતાની ઇનિંગ્સ દરમિયાન બતાવ્યું કે દબાણનો સામનો કેવી રીતે કરવો અને દેશ માટે કેવી રીતે રમવું. પોતાની શાનદાર ઇનિંગ્સથી વિરાટે ઘણા લોકોના દિલ અને દેશ માટે મેચ જીતી લીધી છે.

શુક્લાએ કહ્યું હતું કે, “કોહલીની સદી શાનદાર હતી. જે રીતે તેણે પોતાની સદી ફટકારી. જે રીતે તેણે ભારતીય ટીમને સ્થિરતા આપી તે કોઈ કરી શકતું નથી. આ કોહલીની વનડેમાં 51મી સદી છે, જેમાં સાત ચોગ્ગાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : ICC Champions Trophy: આ મામલે વિરાટે પોન્ટિંગને પાછળ છોડ્યો, અન્ય ઘણા રેકોર્ડ્સ પણ બનાવ્યા

આઈપીએલના ચેરમેન અરુણ ધૂમલે કહ્યું હતું કે, “આખો દેશ વિરાટની સદીની રાહ જોઈ રહ્યો હતો. આજે તેણે જે રીતે બેટિંગ કરી તે જોવા જેવી શાનદાર ઇનિંગ્સ હતી. આઈસીસી સ્પર્ધાઓમાં ભારતના સારા પ્રદર્શનમાં આઈપીએલએ મહત્વની ભૂમિકા નિભાવી છે.

સંબંધિત લેખો

Back to top button