IND VS NZ: જાડેજાએ વિકેટ લીધા પછી વિરાટે મેદાનમાં કંઈક એવું કર્યું કે વીડિયો થયો વાઈરલ

દુબઈઃ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચેની ફાઈનલ મેચ પર દુનિયાભરના ક્રિકેટપ્રેમીઓની નજર છે. આજની ઐતિહાસિક મેચમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન રહ્યું હતું ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો જોરદાર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં કિંગ કોહલી ડાન્સ કરતો જોવા મળ્યો હતો. વાઈરલ વીડિયો પર કોહલીના ચાહકોએ પણ પ્રતિક્રિયાઓ આપી હતી.
ટોમ લાથમની વિકેટ પડ્યા પછી વિરાટ કોહલી પોતાની ખુશી ડાન્સ કરીને જાહેર કરી હતી. પહેલા બેટિંગમાં આવેલી કિવિ ટીમની 24મી ઓવરમાં વિરાટ કોહલીએ ખુશી વ્યક્ત કરી હતી. ટીમ ઈન્ડિયા વતીથી 24મી ઓવર રવિન્દ્ર જાડેજાએ નાખી હતી. જાડેજાની બીજી ઓવરના બીજો બોલ લાથમ સમજી શક્યો નહોતો, જે એલબીડબલ્યુ આઉટ થયો હતો, ત્યાર બાદ વિરાટ કોહલીએ જોરદાર સેલિબ્રેશન કરતા ડાન્સ કરવા લાગ્યો હતો. મેદાનમાં ઝૂમતો પણ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: ફાઇનલ પહેલાં મેદાન પરથી કોહલીએ કંઈક એવું કર્યું કે જેનો વીડિયો વાઇરલ થઈ ગયો
આજની મેચમાં ભારતીય ટીમ સામે ટોમ લાથમે ફક્ત 14 રન બનાવ્યા હતા. 30 બોલમાં 14 રને આઉટ થતા ન્યૂ ઝીલેન્ડના ચાહકો પણ નિરાશ થયા હતા. જોકે, વિકેટ રવિન્દ્ર જાડેજાએ લીધી હોવા છતાં વિરાટ કોહલીએ ખુશી વ્યક્ત કરતા લોકોએ લખ્યું હતું કે વિરાટ ડાન્સિંગ આફટર લાથમ વિકેટ તો બીજા યૂઝરે વિરાટ શોઈંગ સમ ડાન્સ મૂવ્સ.
અહીં એ જણાવવાનું કે આજની મેચમાં ટીમ ઈન્ડિયાના ત્રણ ખેલાડી પર લોકોનું વિશેષ ધ્યાન છે, જેમાં સૌથી વધુ ટીકાકારોએ તેમની ટીકા પણ કરી છે. વરિષ્ઠ અને લોકપ્રિય ખેલાડી પૈકી રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાની નિવૃત્તિને લઈ ચર્ચામાં છે ત્યારે આજની ચેમ્પિયન્સ ટ્રોફીના પરિણામ પછી કંઈ નવાજૂની થઈ શકે છે એવો સૂત્રોએ દાવો કર્યો હતો.