Champions Trophy 2025

ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલઃ ન્યૂ ઝીલેન્ડે જીત્યો ટોસ, ભારતની પ્રથમ બોલિંગ…

દુબઈઃ ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઈનલ મુકાબલામાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા ફરી એક વખત ટૉસ હાર્યો હતો. ન્યૂ ઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. ન્યૂ ઝીલેન્ડે ટીમમાં એક બદલાવ કર્યો હતો. મેટ હેનરીના સ્થાને નાથન સ્મિથનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ભારતઃ રોહિત શર્મા (કૅપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી

ન્યૂ ઝીલેન્ડઃ મિચલ સૅન્ટનર (વિકેટકીપર), વિલ યંગ, કેન વિલિયમસન, રચિન રવીન્દ્ર, ટૉમ લેથમ (વિકેટકીપર), માઇકલ બ્રેસવેલ, ડેરિલ મિચલ, કાઇલ જૅમિસન, વિલ ઑરુરકે, ગ્લેન ફિલિપ્સ,નૅથન સ્મિથ

ભારત પાસે બદલો લેવાની તક
વર્ષ 2020માં પણ બંને દેશો આ ટુર્નામેન્ટમાં એક બીજા સામે ફાઇનલમાં ટકારાયા હતા. ત્યારે ન્યૂ ઝીલેન્ડે ભારતને હરાવી પ્રથમ આઈસીસી ટ્રોફી જીતી હતી. ભારતીય ટીમ પાસે વર્ષ 2000નો બદલો લેવાની તક છે. 15 ઓક્ટોબર, 2000માં નૈરોબીમાં રમાયેલી ફાઇનલમાં ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ 119 રનની ઈનિંગ રમી હતી. સચિન તેંડુલકરે 69 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ 264/6 નો સ્કોર બનાવ્યો હતો.

રન ચેઝમાં ભારતીય બોલરોએ તરખાટ મચાવ્યો હતો. 132 રન સુધીમાં ન્યૂ ઝીલેન્ડની ટીમ 5 વિકેટ ગુમાવી ચુકી હતી. જે બાદ ક્રિસ ક્રેયર્ન્સ અને ક્રિસ હેરિસ ટીમને જીત સુધી લઈ ગયા હતા. ક્રિસ ક્રેયર્ન્સએ નોટઆઉટ 102 રન બનાવ્યા હતા. આ રીતે ન્યૂ ઝીલેન્ડે તેને પ્રથમ આઈસીસી ખિતાબ જીત્યો હતો. આ પછી 2019 વર્લ્ડ કપ સેમિ ફાઇનલ અને 2021માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ ન્યૂ ઝીલેન્ડે ભારતને હાર આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button