મેચ જીત્યા બાદ વિરાટ દોડ્યો અનુષ્કા તરફ અને વીડિયો થયો વાયરલ…

ભારત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ગયું છે. કેપ્ટન રોહિત શર્માના સુપર 76 અને કે. એલ. રાહુલ અને શ્રેયસ ઐય્યરની દમદાર બેટિંગ અને બોલર્સના તરખાટ સામે ન્યૂઝિલેન્ડની ટીમ ટકી ન શકી અને દુબઈમાં ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પોતાને નામ કરી લીધી. ત્યારબાદ લોકોએ રસ્તા પર ઉતરી જીતનો જશ્ન મનાવ્યો અને ચોમેરથી ટીમ ઈન્ડિયાને વધામણા મળી રહ્યા છે. જોકે ફાયનલ મેચમાં વિરાટ કોહલીએ ફેન્સને નિરાશ કર્યા હતા, પરંતુ ભારતને ફાઈનલ સુધી પહોંચાડવામાં તેનો મહત્વનો ફાળો છે ત્યારે રવિન્દ્ર જાડેજાએ વિનિંગ શૉટ મારતા જ વિરાટ દોડ્યો તે વીડિયો વાયરલ થયો છે.
Also read : હેં, Indian Railwayમાં આવેલા છે Sachin Tendulkar, Virat Kohliના નામના રેલવે સ્ટેશન!
ટીમ ઈન્ડિયાની જીત થતા જ વિરાટ સીધો પત્ની અને એક્ટ્રેસ અનુષ્કા શર્મા તરફ દોડ્યો હતો, અનુષ્કા અને વિરાટે એકબીજાને ટાઈટ હગ આપ્યો હતો અને આ મોમેન્ટ્સ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બન્ને ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. ત્યારબાદ વિરાટ મેદાનમાં ટ્રોફી પ્રેઝન્ટેશન માટે ગયો અને ટ્રોફી મળતા ફરી અનુષ્કા પાસે ટ્રોફી અને મેડલ લઈને આવ્યો હતો ત્યારે અનુષ્કાએ તેના વાળમાં હાથ ફેરવ્યો હતો.
Also read : પહેલાં Rohit Sharma અને હવે Virat Kohli માટે મોડેલે કહી એવી વાત કે…
આ કપલ ફેન્સનું ફેવરીટ કપલ છે અને સોશિયલ મીડિયા પર તેમનું જબરજસ્ત ફેન ફોલોઈંગ છે. તેમનો આ વીડિયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.