Champions Trophy 2025

ICC ભારતીય ટીમની તરફેણ કરી, અન્ય ટીમો સાથે અન્યાય કરી રહી છે? આ દિગ્ગજ ખેલાડી એ ઉઠાવ્યા સવાલ

દુબઈ: ICC Champions Trophy 2025 પાકિસ્તાનની યજમાની હેઠળ રમાઈ રહી છે, જ્યારે હાઈબ્રીડ મોડેલ હેઠળ ભારતીય ટીમ તેના તમામ મેચ UAEના દુબઈમાં રમી (Indian Cricket Team) રહી છે. દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડીયમમાં ભારતે રમેલી લિગ મેચની તમામ ત્રણ મેચમાં જીત મેળવી છે. કેટલાક પૂર્વ દિગ્ગજ ક્રિકેટરો આરોપ લગાવી રહ્યા છે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ભારતીય ટીમની તરફેણ કરી રહી છે અને અન્ય ટીમો સાથે ભેદભાવ કરી રહી છે. એવામાં વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ મહાન ક્રિકેટર વિવ રિચાર્ડ્સે (Viv Richards) પણ ગંભીર આરોપ લગાવ્યા છે.

અગાઉ ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટ નાસિર હુસૈન અને માઇકલ એથરટન પણ સવાલ ઉઠાવી ચુક્યા છે. એવામાં વિવ રિચાર્ડ્સે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના શેડ્યૂલ અંગે ICC પર નિશાન સાધ્યું છે. આરોપો મુજબ ટીમ ઈન્ડિયાને દુબઈમાં રમવાનો ફાયદો મળી રહ્યો છે. વિવ રિચાર્ડ્સે કહ્યું, “લોકો જ્યારે કંઇક કહે છે ત્યારે કોઈ પોઈન્ટ હશે, મને લાગે છે કે આ પોલિટિક્સને કારણે છે – હું પોલિટીકસમાં પડવા પડવા માંગતો નથી.”

ICC જવાબ આપે:
તેમણે કહ્યું “મારું માનવું છે કે ગેમનું સંચાલન કરતી ICC સાથે કંઇક પ્રોબ્લેમ છે. હું ઈચ્છું છું કે તેઓ જવાબ આપે કે આવું કેમ કરવામાં આવ્યું? જો તેઓ ક્રિકેટનું સંચાલન કરતી સંસ્થા છે, તો હાલમાં આવું કેમ થઈ રહ્યું છે? હું માનું છું કે ક્રિકેટ એવી રમત છે જે આપણને સૌને સાથે લાવી શકે છે, તે ચાહકોને અને દુશ્મનોને પણ એકસાથે લાવી શકે છે.”

ભારતને ફાયદો કેમ?
ભારતીય ટીમ સેમિફાઇનલ પણ દુબઈમાં જ રમશે અને જો ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચશે એ મેચ પણ દુબઈમાં જ રમાશે. નાસીર હુસૈન અને માઈકલ આથર્ટને અગાઉ સવાલ ઉઠાવ્યો હતો કે અન્ય ટીમો વચ્ચે એક સ્થળેથી બીજા સ્થળે ટ્રાવેલ કરી રહી છે, જયારે ભારતીય ટીમ દુબઈમાં રહીને જ મેચ રમી રહી છે.

આ પણ વાંચો…IND vs AUS: આજના સેમિફાઇનલમાં કેવી રહેશે પિચ? વાંચો વેધર રીપોર્ટ અને હેડ-ટુ-હેડ રેકોર્ડ

નોંધનીય છે કે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચનું પરિણામ આવ્યા પહેલા ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાને ખબર નહોતી કે તેમનો સેમિફાઇનલ મેચ ક્યાં રમાશે. ભારતની ન્યુઝીલેન્ડ સામે જીત બાદ ઓસ્ટ્રેલીયન ટીમ લાહોરથી દુબઈ જવા રવાના થઇ. ભારતની જીત બાદ નક્કી થયું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી સેમિફાઇનલ 4 માર્ચે દુબઈમાં અને બીજી સેમિફાઇનલ દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની 5 માર્ચે લાહોરમાં યોજાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button