Champions Trophy: ન્યૂ ઝીલેન્ડ ટોસ જીતીને લીધો ‘આ’ નિર્ણય, જાણી લો પ્લેઈંગ ઈલેવન…

લાહોર: ICC Champions Trophy 2025 ની બીજી સેમિફાઇનલ દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. તેણે કહ્યું કે તેની પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર નથી.
ટોસ પછી દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ કહ્યું, અમને બહુ ચિંતા નથી, અમારા બોલરોએ સારી બોલિંગ કરવી જોઈએ અને પછી અમારા બેટ્સમેનોએ પોતાનું કામ કરવું જોઈએ. અમે પ્લેઇંગ ઈલેવનમાં એક ફેરફાર થયો છે અને તે હું પોતે છું, મને હવે ઘણું સારું લાગી રહ્યું છે. ભલે આ સેમિફાઇનલ હોય, પણ અમારા માટે તે ફક્ત એક મેચ છે.
Also read : આઇપીએલ માટે બીસીસીઆઇએ લાગુ કર્યા નવા નિયમો, ખેલાડીઓને નહીં મળે આ પરવાનગી…
ન્યૂઝીલેન્ડની પ્લેઇંગ 11:
વિલ યંગ, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન, ડેરિલ મિશેલ, ટોમ લેથમ (w), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (c), મેટ હેનરી, કાયલ જેમીસન, વિલિયમ ઓરોર્કે.
દક્ષિણ આફ્રિકા પ્લેઇંગ 11:
રાયન રિકેલ્ટન, ટેમ્બા બાવુમા (કેપ્ટન), રાસી વાન ડેર ડુસેન, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન (ડબલ્યુ), ડેવિડ મિલર, વિઆન મુલ્ડર, માર્કો જેનસેન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, લુંગી ન્ગીડી
Also read : ભારત ફાઇનલમાંઃ વર્લ્ડ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા સામે બદલો લઈ લીધો…
આ મેચ જીતનારી ટીમ 9મી માર્ચ રવિવારના રોજ ભારત સામે દુબઈમાં ફાઇનલ રમશે.
બંને ટીમો એક એક વખત આ ટ્રોફી જીતી ચુકી છે. 1998 માં દક્ષિણ આફ્રિકા અને 2000માં ન્યુઝીલેન્ડે ટાઇટલ જીત્યું હતું, એ સમયે ચેમ્પિયન્સ ટ્રોફીને ICC નોકઆઉટ ટુર્નામેન્ટ ઓળખાતી હતી.
ન્યુઝીલેન્ડે 2011 અને 2015ના વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી બંને નોકઆઉટ મેચ જીતી છે.