Champions Trophy 2025

ચૅમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં ન્યૂ ઝીલૅન્ડ સામે પાકિસ્તાન ત્રણેય મુકાબલા હાર્યું છે

કરાચીઃ અહીં આવતી કાલે (બપોરે 2.30 વાગ્યાથી) પાકિસ્તાન અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે ચૅમ્પિયન્સ ટ્રોફીની પ્રારંભિક મૅચ રમાશે. મોહમ્મદ રિઝવાન પાકિસ્તાનનો અને મિચલ સૅન્ટનર ન્યૂ ઝીલૅન્ડનો કૅપ્ટન છે. ચૅમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં ત્રણેય મુકાબલામાં કિવીઓનો પાકિસ્તાન સામે વિજય થયો છે.

ચાર દિવસ પહેલાં આ જ સ્થળે આ જ બન્ને દેશ વચ્ચે ટ્રાયેન્ગ્યૂલરની ફાઇનલ રમાઈ હતી જેમાં કિવીઓએ પાંચ વિકેટે વિજય મેળવ્યો હતો.

2000, 2006 અને 2009ની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ન્યૂ ઝીલૅન્ડે પાકિસ્તાનને અનુક્રમે ચાર વિકેટે, 51 રનથી અને પાંચ વિકેટે હરાવ્યું હતું. એ મૅચ અનુક્રમે નૈરોબી, મોહાલી અને જોહનિસબર્ગમાં રમાઈ હતી.

યોગાનુયોગ, 2000માં ન્યૂ ઝીલૅન્ડે અને 2017માં પાકિસ્તાને ચૅમ્પિયન્સ ટ્રોફીનું ટાઇટલ જીતેલું ત્યારે ફાઇનલમાં તેમણે ભારતને પરાજિત કર્યું હતું.

છેલ્લે રમાયેલી 2017ની ચૅમ્પિયન્સ ટ્રોફીની પાકિસ્તાનની ટીમના માત્ર ત્રણ ખેલાડી (બાબર આઝમ, ફખર ઝમાન, ફહીમ અશરફ) આ વખતની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પણ રમી રહ્યા છે.

આ પણ વાંચો…વિદર્ભના પાર્થ રેખાડેએ પાંચ બૉલમાં રહાણે, સૂર્યા, શિવમને આઉટ કર્યાઃ મુંબઈ મુશ્કેલીમાં

2023ની શરૂઆતથી અત્યાર સુધીના લગભગ બે વર્ષમાં પાકિસ્તાન અને ન્યૂ ઝીલૅન્ડનો વન-ડે ફૉર્મેટમાં 11 વખત મુકાબલો થયો છે જેમાં પાંચ મૅચ ન્યૂ ઝીલૅન્ડ અને છ મૅચ પાકિસ્તાન જીત્યું છે. જોકે છેલ્લા ચાર મુકાબલામાંથી ત્રણમાં કિવીઓની જીત થઈ છે.

આ ટૂર્નામેન્ટમાં ભારતની પ્રથમ મૅચ ગુરુવાર, 20મી ફેબ્રુઆરીએ દુબઈમાં બાંગ્લાદેશ સામે (બપોરે 2.30 વાગ્યાથી) રમાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button