Champions Trophy 2025

Champions trophy PAK vs NZ: પાકિસ્તાને ટોસ જીતી લીધો આ નિર્ણય; જુયો બંને ટીમની પ્લેઈગ-11

કરાચી: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની આજથી ધૂમધામથી શરૂઆત થઇ ચુકી છે. ટુર્નામેન્ટની પહેલી મેચ યજમાન પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાઈ (Champions trophy PAK vs NZ) રહી છે. આ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો.

પાકિસ્તાનની પ્લેઇંગ ઇલેવન:
ફખર ઝમાન, બાબર આઝમ, સઈદ શકીલ, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સલમાન આઘા, તૈયબ તાહિર, ખુશદિલ શાહ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રૌફ, અબરાર અહેમદ.

ન્યૂઝીલેન્ડ પ્લેઇંગ ઇલેવન:
ડેવોન કોનવે, વિલ યંગ, કેન વિલિયમસન, ડેરિલ મિશેલ, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), નાથન સ્મિથ, મેટ હેનરી, વિલિયમ ઓ’રોર્ક.

બાઝીદ ખાન અને મેથ્યુ હેડને પિચ રિપોર્ટમાં જણાવ્યું કે રાઈટ હેન્ડ બેટર્સ માટે ઓફ સાઇડ બાઉન્ડ્રી 62 મીટર અને લેગ સાઇડ બાઉન્ડ્રી 67 મીટર છે. મેદાનની આગળની બાઉન્ડ્રી લાંબી છે. પિચ ખૂબ જ સૂકી છે અને તેમાં ઘણી તિરાડો છે. 300 ની આસપાસનો ટાર્ગેટ સારો કહી શકાય. પીચમાં તિરાડોને કારણે સ્પિનર્સ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

આ પણ વાંચો…ચેમ્પિયન્સ ટ્રોફીના સંભવિત ગેમ ચેન્જર્સને ઓળખો…

કરાચીના નેશનલ સ્ટેડિયમ ગયા શુક્રવારે એટલે કે 14 ફેબ્રુઆરી 2025ના રોજ યજમાન ટીમ પાકિસ્તાન ન્યુઝીલેન્ડ સામે ટ્રાઈ સિરીઝની ફાઇનલ હારી ગઈ હતી. આવી સ્થિતિમાં, આજે પાકિસ્તાન ન્યુઝીલેન્ડ સામે હારનો બદલો લેવાનો પ્રયાસ કરશે.

ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન આઠ વર્ષ પછી થઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટની નવમી આવૃત્તિ છે. ચેમ્પિયન્સ ટ્રોફીને ‘મિની વર્લ્ડ કપ’ પણ કહેવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button