Champions Trophy: આઉટ થયા બાદ પાકિસ્તાનનો આ બેટર ડ્રેસિંગ રૂમમાં પોક મૂકીને રડી પડ્યો! જાણો શું છે મામલો

કરાચી: પોતાના જ દેશમાં રમાઈ રહેલી ICC Champions Trophy 2025ની શરૂઆતમાં જ પાકિસ્તાન ક્રિકેટ ટીમ મુશ્કેલીઓમાં (Pakistan Cricket Team) ઘેરાઈ છે. બુધવારે રમાયેલી ટુર્નામેન્ટની પહેલી મેચમાં પાકિસ્તાનને ન્યુઝીલેન્ડ સામે 60 રને હાર મળી. આ મેચ દરમિયાન સ્લો ઓવર રેટના કારણે ICCએ પાકિસ્તાનને દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત ટીમનો ઓપનીંગ બેટર ફખર ઝમાન (Fakhar Zaman) ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે. રવિવારે પાકિસ્તાનની ટીમ કટ્ટર હરીફ ભારત સામે મેચ રમવાની છે, જેમાં ફખરની ગેરહાજરી વર્તાશે. પાકિસ્તાને ફખરના સ્થાને ઇમામ ઉલ હકને ટીમમાં સામેલ કર્યો છે.
એવામાં પાકિસ્તાનના ડ્રેસિંગ રૂમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં આઉટ થયા પછી પરત ફરી રહેલો ફખર ઝમાન રડતો જોવા મળે છે.
આ પણ વાંચો: મી-શુભમને ભારતને શુભ શરૂઆત કરી આપી: હવે પાકિસ્તાનીઓ ચેતી જજો
ફખર ઝમાન ઈજાગ્રસ્ત થયો:
ન્યુઝીલેન્ડ સામેની મેચમાં પહેલી ઓવર શાહીન શાહ આફ્રિદી ફેંકી રહ્યો હતો, આ પહેલી જ ઓવરમાં ફખર ઝમાન ઈજાગ્રસ્ત થયો. બાઉન્ડ્રી તરફ જઈ રહેલા બોલને રોકવા ફખરે ડાઇવ લગાવી, જેમાં તે ઘાયલ થયો. તેને મેદાન છોડી બાહાર જવું પડ્યું, જોકે તે થોડા સમય માટે મેદાનમાં પાછો ફર્યો.
ત્યાર બાદ પાકિસ્તાનની ઇનિંગમાં ફખર બેટિંગ કરવા આવ્યો પણ તે 24 રન બનાવીને આઉટ થયો. આઉટ થયા બાદ ફખર નિરાશાને કારણે રડી પડ્યો હતો. તેનો ડ્રેસિંગ રૂમમાં જવાનો અને ડ્રેસિંગ રૂમની અંદરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: Champions Trophy: બાંગ્લાદેશ સામે જીત છતાં ટીમ ઈન્ડિયામાં ચિંતા, પાકિસ્તાન સામે આ બાબત ભારે પડી શકે
વીડિયોમાં જોઈ શકાય છે કે ફખર ઝમાન આઉટ થયા પછી નિરાશ દેખાઈ રહ્યો છે. ઈજાને કારણે તે બરાબર ચાલી શકતો નથી. તે ડ્રેસિંગ રૂમમાં માથું નમાવીને બેસે છે અને પછી રડવા લાગે છે. અન્ય ખેલાડી તેને સાંત્વના આપે છે.
ઈમોશાનલ પોસ્ટ શેર કરી:
ટુર્નામેન્ટમાંથી બહાર થયા બાદ ફખર ઝમાને X પર એક પોસ્ટ પણ શેર કરી હતી. ઝમાને લખ્યું, “આ દેશના દરેક ક્રિકેટરનું આપનું હોય છે તે સૌથી મોટા મંચ પર પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરે. મને ઘણી વખત ગર્વથી પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવાનો લહાવો મળ્યો છે. દુર્ભાગ્યવશ હું હવે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર થઈ ગયો છું, પરંતુ અલ્લાહે કંઇક સારું જ વિચાર્યું હશે. હું આ તક માટે આભારી છું. હું ઘરેથી મારી ટીમને સપોર્ટ કરીશ. આ તો માત્ર શરૂઆત છે, વાપસી મજબૂત હશે.”
આ મેચ હાર્યા બાદ, પાકિસ્તાન સેમિફાઇનલની રેસમાંથી બહાર થઈ ગયું હોય તેવું લાગે છે.