Champions Trophy 2025

Champions Trophy: જીત બાદ વિરાટે શમીની માતાના ચરણ સ્પર્શ કર્યા; Videoએ લોકોના દિલ જીત્યા

મુંબઈ: ICC Champions Trophy 2025માં ભારતીય ક્રિકેટ ટીમ 12 વર્ષ બાદ ચેમ્પિયન બની છે, ગઈ કાલે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડીયમમાં ભારતીય ટીમે (Indian Cricket Team) ન્યુઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ટ્રોફી જીતીને ઈતિહાસ રચ્યો. આ શાનદાર જીત બાદ ખેલાડીઓ મેદાનમાં ઉજવણી (Celebration) કરતા જોવા મળ્યા હતાં. આ દરમિયાન ઉજવણીના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયા છે, જેમાં ખેલાડીઓ ડાન્સ કરતા અને એકબીજાને ગળે મળતા જોવા મળે છે. એવામાં એક વિડીયોએ લોકોનું દિલ જીતી લીધું છે, જેમાં વિરાટ કોહલી મોહમદ શમીની માતાના ચરણ સ્પર્શીને આશીર્વાદ લેતો જોવા મળે છે.

https://twitter.com/i/status/1898790368105447625

જીત બાદ સેરેમની દરમિયાન ખેલાડીઓને સ્ટેજ પર બોલાવીને સફેદ જેકેટ અને મેડલ આપવામાં આવ્યા. આ દરમિયાન શમીની માતા વિરાટ કોહલીની સામે આવ્યા ત્યારે વિરાટે તેમના પગ સ્પર્શ્યા, શમીની માતાએ વિરાટની પીઠ પર હાથ રાખીને તેને આશીર્વાદ આપ્યા. ત્યાર બાદ વિરાટ કોહલીએ શમી અને તેની માતા સાથે ફોટોઝ પણ ક્લિક કરાવ્યા.

આ વિડીયો દર્શાવે છે કે ટીમના ખેલાડીઓ ફક્ત એકબીજા માટે જ નહીં પરંતુ એકબીજાના પરિવારો માટે પણ ખૂબ આદર અને પ્રેમ ભાવ ધરાવે છે.

સોશિયલ મીડિયા પર વિરાટની પ્રસંશા:
સોશિયલ મીડિયા પર યુઝર્સને આ વિડીયો ખુબ પસંદ પડી રહ્યો છે અને વિરાટના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘ફોટો ક્લિક કરાવતા પહેલા કોહલીએ શમીની માતાના પગ સ્પર્શ્યા. જે ખેલાડીને એટીટ્યુડ માટે વખોડવામાં આવ્યો હતો તેનામાં કેટલા સંસ્કાર છે.’

આ પણ વાંચો…ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત બાદ રોહિત ODIમાંથી નિવૃત્તિ લેશે? જાણો રોહિતે પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું

બીજા એક યુઝરે લખ્યું, ‘વિરાટ કોહલીએ શમીની માતાના ચરણ સ્પર્શ કર્યા. એ સરળ અને સાચો વ્યક્તિ છે. તે એક મહાન સ્પોર્ટ્સપર્સન છે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button