IND vs NZ Final મેચ જોવા દુબઈમાં ઉમટશે બોલિવૂડ સેલિબ્રીટીઝ; ટીમ ઇન્ડિયાનો ઉત્સાહ વધારશે…

દુબઈ: આવતીકાલે રવિવારે દુબઈના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડીયમમાં ICC Champions Trophy 2025 ની ફાઈનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો (IND vs NZ Final) વચ્ચે રમાશે. દેશભરના ક્રિકેટ ચાહકો આતુરતાથી ફાઈનલ મેચની રાહ જોઈ રહ્યા છે, ભારતથી હજારો ક્રિકેટ ચાહકો ભારતીય ટીમના ખેલાડીઓનો ઉત્સાહ વધારવા દુબઈ પહોંચી રહ્યા છે. આવતી કાલે સ્ટેડીયમમાં ભારતીય ચાહકોનો જમાવડો જોવા મળશે. ફાઈનલ મેચ દરમિયાન બોલીવૂડ સેલિબ્રિટીઝ પણ દુબઈ સ્ટેડીયમમાં હાજરી આપશે.
Also read : શમીએ આઇસીસી સામે મહત્ત્વનો મુદ્દો ઉઠાવ્યો અને સાઉધી-ફિલૅન્ડરે કહ્યું કે `વાત સાવ સાચી છે’
સેમીફાઈનલમાં અનુષ્કા શર્મા દુબઈના ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી પતિ વિરાટ કોહલી અને ભારતીય ટીમને ચીયર કરતી જોવા મળી હતી. અહેવાલ મુજબ ફાઈનલ મેચમાં અનુષ્કા શર્મા તેના ભાઈ સાથે સ્ટેડીયમમાં પહોંચશે. આ ઉપરાંત રણવીર કપૂર, આલિયા ભટ્ટ, સુનીલ શેટ્ટી, ઉર્વશી રૌતેલા, અહાન શેટ્ટી, વરુણ ધવન, નેહા ધૂપિયા અને રાઘવ શર્મા જેવા ફિલ્મ સ્ટાર્સના આવતી કાલે દુબઈ સ્ટેડીયમાં ફાઈનલ મેચ જોશે.
કેએલ રાહુલ સુનીલ શેટ્ટીનો જમાઈ:
સુનીલ શેટ્ટી ભારતીય ટીમના વિકેટકીપર બેટર કેએલ રાહુલના સસરા છે, કેએલ રાહુલે સેમિફાઇનલમાં શાનદાર ઇનિંગ રમી હતી. હવે સસરા સુનીલ શેટ્ટી તેના જામાઈ અને ભારતીય ટીમને સ્ટેડીયમમાંથી ચીયર કરશે. અને તેનો દીઅકરો અહાન પણ તેની સાથે જોવા મળશે.
વરુણ ધવનની રમુજી વિડીયો શેર કર્યો:
બોલિવૂડ એક્ટર વરુણ ધવન ક્રિકેટનો મોટો ફેન છે, આવતી કાલે વરુણ પણ સ્ટેડીયમ બેસીને ટીમ ઇન્ડિયાને ચીયર કરતો જોવા મળશે. તાજેતરમાં, વરુણ ધવને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દરમિયાન વરુણ ચક્રવર્તીની જગ્યાએ તે બોલિંગ કરતો હોય તેવી રમુજી મોર્ફ કરેલી વિડીયો પોસ્ટ શેર કરી હતી અને ટીમ ઇન્ડિયાને શુભેચ્છા પાઠવી હતી.
Also read : Rohit Sharmaની હાર જ અપાવશે ICC Champions Trophyમાં ટીમ ઈન્ડિયાને જિત…
ઉર્વશી રૌતેલા અગાઉ ભારતીય ટીમના મેચોમાં સ્ટેડીયમમાં જોવા મળી છે. અભિનેત્રી અવનીત કૌર પણ સેમિફાઇનલ મેચ જોવા માટે દુબઈ પહોંચી હતી.