Champions Trophy 2025

Aus Vs SA: ચેમ્પિયન્સ ટ્રોફીમાં આવતીકાલે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની રહેશે ટક્કર, વરસાદ બની શકે વિલન…

સેમિફાઇનલમાં પહોંચવાનો બંને ટીમ કરશે મોટો પ્રયાસ

રાવલપિંડીઃ આજે ચેમ્પિયન્સ ટ્રોફીમાં સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામસામે ટકરાશે. બંન્ને ટીમોએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરી હતી. આવતીકાલે અહીં એકબીજા સામસામે ટકરાશે અને આ મેચમાં રનનો વરસાદ થાય તેવી સંભાવના છે. આ બંને ટીમોની બેટિંગ ખૂબ જ મજબૂત છે અને આ મેચને ખૂબ જ રસપ્રદ બનાવી શકે છે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા બંને આ મેચ જીતીને સેમિફાઇનલમાં પહોંચવાનો પ્રયાસ કરશે.

Also read : ICC Champions Trophy: આ મામલે વિરાટે પોન્ટિંગને પાછળ છોડ્યો, અન્ય ઘણા રેકોર્ડ્સ પણ બનાવ્યા

ઓસ્ટ્રેલિયાના ઘણા મુખ્ય ખેલાડીઓ ઈજાઓને કારણે આ ટુર્નામેન્ટમાં રમી રહ્યા નથી. એટલા માટે બહુ ઓછા લોકો તેને દાવેદારોમાં સામેલ કરી રહ્યા હતા પરંતુ લાહોરમાં ઈંગ્લેન્ડ સામે તેણે જે રીતે રેકોર્ડ લક્ષ્યાંકને હાંસલ કર્યો તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે આઇસીસી ટુનામેન્ટ્સમાં ઓસ્ટ્રેલિયાને ઓછું આંકવું એક મોટી ભૂલ હશે.

ઓસ્ટ્રેલિયાને ટુર્નામેન્ટમાં પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક અને જોશ હેઝલવૂડની ખોટ સાલશે, પરંતુ ઓછામાં ઓછી શરૂઆતની મેચમાં બેટ્સમેનોના પ્રભાવશાળી પ્રદર્શને તેમની ગેરહાજરીને ભરપાઈ કરી દીધી હતી. જોશ ઇંગ્લિશે સદી ફટકારીને પોતાના કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું, જે તેને આત્મવિશ્વાસથી ભરપૂર બનાવશે.

તેમના ઉપરાંત, મેથ્યુ શોર્ટ, માર્નસ લાબુશેન, એલેક્સ કેરી અને ગ્લેન મેક્સવેલે પણ યોગદાન આપ્યું હતું. કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ઓપનર ટ્રેવિસ હેડ જ એવા ખેલાડીઓ હતા જેઓ પહેલી મેચમાં રન કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ઓસ્ટ્રેલિયા ડાબા હાથના ઝડપી બોલર સ્પેન્સર જોહ્ન્સન પાસેથી સારા પ્રદર્શનની આશા રાખશે અને મેક્સવેલ પણ ઇંગ્લેન્ડ સામે મોંઘો સાબિત થયો. લાબુશેન અને શોર્ટ છઠ્ઠા બોલરની ભૂમિકા ભજવી શકે છે.

દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન રાયન રિકેલ્ટન પણ અફઘાનિસ્તાન સામેની આક્રમક સદી બાદ આત્મવિશ્વાસથી ભરપૂર હશે. દક્ષિણ આફ્રિકાના ત્રીજા, ચોથા અને પાંચમા ક્રમના બેટ્સમેનોએ છેલ્લી મેચમાં અડધી સદી ફટકારી હતી જે ટેમ્બા બાવુમાની કેપ્ટનશીપ હેઠળની ટીમ માટે સારો સંકેત છે.

Also read : Champions Trophyમાં ભારતે પાકિસ્તાનને હરાવતાં જ સોશિયલ મીડિયા પર આવ્યું memes નું ઘોડાપૂર

હેનરિક ક્લાસેન ઈજાને કારણે છેલ્લી મેચમાં રમી શક્યો ન હતો અને ઓસ્ટ્રેલિયા સામે તેમનું રમવું પણ શંકાસ્પદ છે. કગીસો રબાડાના નેતૃત્વમાં દક્ષિણ આફ્રિકાનું ઝડપી બોલિંગ આક્રમણ વધુ સારું દેખાય છે અને તેઓ તેનો મહત્તમ ઉપયોગ કરવાનો પ્રયાસ કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button