સ્પોર્ટસ

ચહલે પ્રપોઝ કર્યું અને બટલરે કહ્યું…‘યસ’

નવી દિલ્હી: ‘વૅલેન્ટાઇન્સ ડે’ માત્ર પ્રેમી-પ્રેમિકા વચ્ચેના કે પતિ-પત્ની વચ્ચેના પ્રેમ-સંદેશની જ આપ-લેનો દિવસ નથી, પરિવારની કોઈ પણ વ્યક્તિ એકમેકને કે બે મિત્રો પણ એકબીજાને પ્રેમની શુભેચ્છા આપી શકે છે. જુઓને, આપણા મજાકિયા સ્વભાવના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને ઇંગ્લૅન્ડના વિકેટકીપર-બૅટર વચ્ચે દિલ ખોલીને કંઈક આવી જ પ્રેમભરી શુભકામનાની આપ-લે થઈ.

ચહલ-બટલર વચ્ચેની દોસ્તીથી ક્રિકેટપ્રેમીઓ સારી રીતે પરિચિત છે. આઇપીએલમાં રાજસ્થાન રૉયલ્સ (આરઆર) વતી સાથે રમીને બન્નેની મિત્રતા ગાઢ બની છે. રાજસ્થાન રૉયલ્સે ચહલ અને બટલરનો આ ‘વૅલેન્ટાઇન્સ ડે’ના ગ્રીટિંગ્સનો વીડિયો શૅર કર્યો છે જે ખૂબ વાયરલ થયો છે. એમાં બતાવાયા મુજબ ચહલે બટલરને ડેટ માટે પ્રપોઝ કરે છે. આરઆરનો વિકેટકીપર-બૅટર બટલર તેને જરાય નારાજ નથી કરતો અને તેને ‘યસ…’ કહી દે છે.


બટલર એક હાથમાં દીકરીને તેડીને ચહલ સાથે મસ્તીભરી દોસ્તીની પળો માણી રહ્યો છે એવો વીડિયો પણ રાજસ્થાન રૉયલ્સે શૅર કર્યો છે.

બટલરને ખબર જ હશે કે રમૂજી સ્વભાવનો ચહલ ‘વૅલેન્ટાઇન્સ ડે’ જેવા મોટા અવસરે કંઈક મસ્તીમજાક કરશે જ.
2019ની આઇપીએલની એક મૅચમાં નૉન-સ્ટ્રાઇક એન્ડ પર વહેલો ક્રીઝની બહાર નીકળી જતાં તેને રનઆઉટ કર્યો એ ‘માંકડેડ’ની ઘટનાને કારણે ભારતના જ મહાન સ્પિનર આર. અશ્ર્વિનને ભલે બટલર સાથે નહીં બનતું હોય, પણ બટલર સાથે ચહલની દોસ્તી પાક્કી છે જ અને એની ઝલક આપણને આઇપીએલ દરમ્યાન ક્યારેક જોવા મળતી હોય છે.


હાલમાં લિમિટેડ ઓવર્સની ક્રિકેટમાં રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવનું સિલેક્શન થતું હોવાથી ચહલે ટીમની બહાર રહેવું પડ્યું છે. રવિ બિશ્ર્નોઈ અને વૉશિંગ્ટન સુંદરે ચહલનું કમબૅક વધુ મુશ્કેલ બનાવી નાખ્યું છે. જોકે આગામી આઇપીએલમાં ચહલ ફરી કમાલ દેખાડશે જ અને જૂનના ટી-20 વર્લ્ડ કપ માટેની ટીમમાં પણ તેનું સિલેક્શન થશે તો નવાઈ નહીં લાગે. ચહલે સંજુ સૅમસનના નેતૃત્વ હેઠળની રાજસ્થાન રૉયલ્સની ટીમ વતી છેલ્લી બે સીઝનમાં 48 વિકેટ લીધી છે.


બટલર પણ આઇપીએલમાં પાછો કમાલ દેખાડવા આવી જશે. તાજેતરમાં સાઉથ આફ્રિકાની ટી-20 લીગમાં તેણે પાર્લ રૉયલ્સ વતી 11 મૅચમાં 408 રન બનાવ્યા હતા. બટલર અને ચહલની મદદથી રાજસ્થાન રૉયલ્સ બીજું ટાઇટલ જીતવાની તલાશમાં છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…