ચહલ-ધનશ્રીના છૂટાછેડા પૂર્વે આરજે મહાવશે એવું કંઈક લખ્યું કે વાઈરલ થયું…

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને અભિનેત્રી -કોરિયોગ્રાફર ધનશ્રી વર્માના છૂટા થઈ ગયા, પણ એના પહેલા આરજે મહાવશે બુધવારે રાત્રે એક ચોંકાવનારી પોસ્ટ શેર કરી હતી. આ લેગ સ્પિન બોલર દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં આરજે મહાવશ સાથે જોવા મળ્યા બાદ ચર્ચામાં આવી હતી. આરજે મહાવીશ એક પ્રીમિયમ સ્ટેન્ડ પર 34 વર્ષીય ક્રિકેટર સાથે જોવા મળી હતી.

ઇન્સ્ટાગ્રામ પર આરજે મહાવશે એક પોસ્ટ મૂકી હતી, જેમાં લખ્યું હતું કે, “જૂઠ, લાલચ, ઔર ફરેબ સે પરે હૈ.. ખુદા કા શુક્ર માનીએ આજ ભી ખડે હૈ.” ધનશ્રી વર્મા સાથેના તેના ચાલી રહેલા છૂટાછેડા વચ્ચે આરજે મહાવશની આ પોસ્ટ ચહલ-વર્માની સ્થિતિ તરફ નિર્દેશ કરે છે.
આ પણ વાંચો : છુટું પડ્યું આ સેલિબ્રિટી કપલ, એલિમનીમાં ઈન્ડિયન ક્રિકેટર પત્નીને આપશે આટલી રકમ…
યુઝવેન્દ્ર ચહલના ચાહકોએ આ પોસ્ટ પર ઝડપથી પ્રતિક્રિયા આપી હતી જેને 2.73 લાખથી વધુ લાઈક્સ અને અનેક કમેન્ટ્સ મળી છે. એક યુઝરે લખ્યું, “ચહલે 10 સેકન્ડમાં લાઈક કર્યું.” બીજા યુઝરે ટિપ્પણી કરી, “ચહલ ભાઈને ઓટો લાઈક ઓન કર રખા હૈ ક્યા.” ત્રીજા યુઝરે કહ્યું, “ચહલ ભૈયા કા આઈપીએલ મેં કમબેક દેખો અબ” (હવે આઈપીએલમાં ચહલનું કમબેક જુઓ). ચોથા યુઝરે ટિપ્પણી કરી, “ચહલ ભાઈને પોસ્ટ અપલોડ થઈ ત્યારે સૌથી પહેલા લાઈક કરી.” પાંચમા યુઝરે કહ્યું, “બસ 20મી માર્ચ કા ઇન્તઝાર હૈ.”
અહેવાલ મુજબ, બોમ્બે હાઇ કોર્ટે બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટને ચહલ-વર્મા કેસમાં છૂટાછેડાની કાર્યવાહી ઝડપી કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે આ વર્ષે 5 ફેબ્રુઆરીએ પરસ્પર સંમતિથી ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી.