સ્પોર્ટસ

ICC Rankings: 3 મેચ, 545 રન ફટકારીને આઈસીસી રેન્કિંગમાં જયસ્વાલનો જાદુ છવાયો…

રાજકોટ/રાંચીઃ ઇંગ્લેન્ડ સામે ભારતના ઓપનર બેટરે ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરીને આઈસીસી રેન્કિંગ (ICC Rankings)માં સૌથી મોટો ફાયદો થયો છે. ઇંગ્લેન્ડની સામેની ત્રણ ટેસ્ટ મેચમાં બે વખત સદી ફટકારીને કુલ 545 રનની ધમાકેદાર બેટિંગ કરીને યશસ્વી જયસ્વાલ રેન્કિંગમાં લાઈમલાઈટમાં આવી ગયો છે. 22 વર્ષનો જયસ્વાલ વિનોદ કાંબલી અને વિરાટ કોહલી પછી બે સદી કરનારો ત્રીજો નંબરનો ભારતીય ખેલાડી બની ગયો છે.

આઈસીસી રેન્કિંગમાં યશસ્વી જયસ્વાલ 14મા ક્રમે આવી ગયો છે, જ્યારે પંદરમા ક્રમનો બેટર બની ગયો છે. આઈસીસી રેન્કિંગમાં ત્રણ ભારતીય ખેલાડી ટોપ-ફાઈવમાં આવી ગયા છે, જેમાં શુભમન ગિલ, વિરાટ કોહલી અને રોહિત શર્માનો સમાવેશ થાય છે.

ભારતીય બેટ્સમેનોને ટેસ્ટ અને વનડે બંને રેન્કિંગમાં ફાયદો થયો છે. જયસ્વાલે ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી અને ત્રીજી મેચમાં બેવડી સદી ફટકારી હતી. વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી મેચમાં જયસ્વાલે ભારતની પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરતા 209 રન બનાવ્યા હતા. આ પછી રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલે બીજી ઇનિંગમાં બેટિંગ કરતાં 214* રન બનાવ્યા હતા. એના સિવાય જયસ્વાલે હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં પણ 80 રનની ઇનિંગ રમી હતી.

યશશ્વી જયસ્વાલે 7 ટેસ્ટ મેચમાં 861 રન બનાવ્યા છે. 22 વર્ષીય યશસ્વી જયસ્વાલે 7 ટેસ્ટ મેચમાં 861 રન બનાવ્યા છે જેમાં 214 અણનમ રન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. યશસ્વીના નામે 2 અડધી સદીની સાથે 2 બેવડી સદી અને 1 સદી છે. યશસ્વીએ 17 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 502 રન ઉમેર્યા છે.

ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-5ની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમ્સન 893 રેટિંગ સાથે ટોચના સ્થાને છે. આ સિવાય સ્ટીવ સ્મિથ 818 રેટિંગ સાથે બીજા, ડેરિલ મિશેલ 780 રેટિંગ સાથે ત્રીજા, બાબર આઝમ 768 રેટિંગ સાથે ચોથા અને ઈંગ્લેન્ડનો જો રૂટ 766 રેટિંગ સાથે પાંચમા ક્રમે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button