કેપ્ટન ગિલની સતત બીજી ટેસ્ટમાં સદી: આ ત્રણ લેજન્ડની હરોળમાં થયો…

એજબૅસ્ટન: નવો ટેસ્ટ કેપ્ટન પહેલી મેચ હાર્યા પછી શુભમન ગિલ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરશે કે શું? (SHUBHMAN Gill) સુકાની તરીકે પહેલી બે ટેસ્ટમાં સેન્ચુરી ફટકારનાર ભારતનો ચોથો ખેલાડી બન્યો છે. આ પહેલાં વિજય હઝારે (Vijay Hazare), સુનીલ ગાવસકર (Sunil Gavaskar) અને વિરાટ કોહલી (Virat Kohli)એ ટેસ્ટ કેપ્ટન બન્યા પછી પહેલી જ બે ટેસ્ટમાં સેન્ચુરી ફટકારી હતી. હવે ગિલ તેમની હરોળમાં થઈ ગયો છે.
બુધવારે ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટના પ્રથમ દિવસની રમતને અંતે શુભમન ગિલ 114 રન પર અને રવીન્દ્ર જાડેજા 41 રનના સ્કોરે રમી રહ્યો હતો.
ભારતીય સુકાની તરીકે પહેલી બે ટેસ્ટમાં વિજય હઝારે, સુનીલ ગાવસકર, વિરાટ કોહલી અને શુભમન ગિલના સ્કોર્સ આ મુજબ છે…
(1) વિજય હઝારે: 1951માં 164 નોટઆઉટ, 155 અને 6 રન.
(2) સુનીલ ગાવસકર: 1976-1978માં 116 રન, 35 અણનમ અને 205 રન, 73 રન.
(3) વિરાટ કોહલી: 2014-2015માં 115 રન, 141 રન અને 147 રન, 46 રન.
(4) શુભમન ગિલ: 2025માં 147 રન, 8 રન અને 114 નોટઆઉટ.