આઈસીસીએ હવે આવું કરીને ક્રિકેટપ્રેમીઓના ઝખ્મો પર ભભરાવ્યું મીઠું…
મુંબઈઃ વર્લ્ડકપની હારના જખ્મો હજી તાજા જ ત્યાં હવે એ જખ્મો પર ફરી એક વખત ICCએ એવી વાત કહીને મીઠું ભભરાવ્યું છે ક્રિકેટફેન્સને આંચકો લાગ્યો છે. મળી રહેલી માહિતી પ્રમાણે આઈસીસી દ્વારા અમદાવાદ ખાતેની પીચને એવરેજ રેટિંગ આપવામાં આવ્યું છે.
આઈસીસી દ્વારા ICC વર્લ્ડકપ-2023ની ટુર્નામેન્ટની ફાઈનલ સહિતની મેચો જે જે પીચ પર રમાઈ ચૂકી છે એમના માટે રેટિંગ્સ જાહેર કરી છે. આઈસીસીએ ટુર્નામેન્ટની 11માંથી 6 મેચની પીચને એવરેજ રેટિંગ આપ્યું હતું. જેમાંથી પાંચ પીચ પર ટીમ ઈન્ડિયા મેચ રમી ચૂકી હતી. વર્લ્ડકપની ફાઈનલ મેચ અમદાવાદ ખાતે રમાઈ હતી, જ્યારે સેમિફાઈનલ મેચ કોલકતા ખાતે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આઈસીસીએ ફાઈનલ મેચ સહિતચ ટીમ ઈન્ડિયા જે બીજી ચાર પીચ પર મેચ રમી હતી એ પીચ એવરેજ પીચ હતી. જેમાં આઠમી ઓક્ટોબરના ચેન્નઈમાં રમાયેલી ઈન્ડિયા વર્સીસ ઓસ્ટ્રેલિયા, 14મી ઓક્ટોબરના અમદાવાદ ખાતે રમાયેલી ઈન્ડિયા વર્સીસ પાકિસ્તાન, 29મી ઓક્ટોબરના લખનઉ ખાતે રમાયેલે ઈન્ડિયા વર્સીસ ઈંગ્લેન્ડ અને પાંચમી નવેમ્બરના કોલકાતામાં રમાયેલી ઈન્ડિયા વર્સીસ સાઉથ આફ્રિકાની મેચનો સમાવેશ થાય છે.
અમદાવાદ ખાતે ટીમ ઈન્ડિયા બે મેચ રમી હતી જેમાં ઈન્ડિયા વર્સીસ પાકિસ્તાન અને ઈન્ડિયા વર્સીસ ઓસ્ટ્રેલિયા ફાઈનલ મેચનો સમાવેશ થાય છે. ફાઈનલ્સમાં ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. બંને વખતે અમદાવાદની પીચ એવરેજ હોવાનું આઈસીસીએ આપેલી રેટિંગમાં જણાવ્યું હતું. પરંતુ ફાઈનલ મેચ પહેલાં થયેલી પ્રેસ કોન્ફરન્સમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે પીચ સારી હોવાનું જણાવ્યું હતું.
આઈસીસીએ કોલકાતામાં જે પીચ પર સેમિફાઈનલ રમાઈ હતી એ પીચને પણ એવરેજ રેટિંગ આપ્યું છે. આ મેચ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ હતી અને ઓસ્ટ્રેલિયાની આ મેચમાં જિત થઈ હતી.
બીજી બાજું ઈન્ડિયા વર્સીસ ન્યુઝીલેન્ડની પહેલી સેમિફ્રાઈનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ હતી અને આ પીચને આઈસીસી દ્વારા ક્લીન ચિટ આપવામાં આવી છે. આ પીચ બાબતે ઈન્ટરનેશનલ મીડિયાએ સવાલો ઉઠાવ્યા હતા. બીસીસીઆઈ અને ટીમ ઈન્ડિયા સામે પીચ બદલવાનો આક્ષેપ પણ મૂકવામાં આવ્યો હતો. આ બાબતે આઈસીસી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે ઈન્ડિયા વર્સીસ ઓસ્ટ્રેલિયા મેચ માટે પીચ પહેલાંથી જ નક્કી કરવામાં આવી હતી.