મુંબઈ: વાનખેડેમાં દિલ્હી કૅપિટલ્સ સામેની મહત્ત્વની મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સના બૅટર્સે છગ્ગા-ચોક્કાનો વરસાદ વરસાવ્યો ત્યાર પછી ‘બૂમ…બૂમ…બુમરાહ’ની બૂમો વચ્ચે જસપ્રીત બુમરાહે મોટી સિદ્ધિ મેળવી હતી. તે આઇપીએલમાં 150મી વિકેટ લેનાર ભુવનેશ્ર્વર કુમાર પછીનો બીજો ભારતીય પેસ બોલર બન્યો હતો. મુંબઈ ઇન્ડિન્સ વતી અગાઉ શ્રીલંકાના લસિથ મલિન્ગાએ 150મી વિકેટની ઉપલબ્ધિ મેળવી હતી.
બુમરાહ આઇપીએલમાં 150 વિકેટ લેનાર થર્ડ ફાસ્ટેસ્ટ બોલર છે. તેની આ 124મી મૅચ હતી. મલિન્ગાએ 150 વિકેટ માત્ર 105 મૅચમાં લીધી હતી અને 150મી વિકેટ સુધી પહોંચનાર તે સૌથી ઝડપી બોલર છે. લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલે 118 મૅચમાં 150મો શિકાર કર્યો હતો અને તે બીજા નંબરે છે.
આ પણ વાંચો : 50 લાખ રૂપિયાવાળો શેફર્ડ બેકાબૂ: 4, 6, 6, 6, 4, 6ના ધમાકા જોઈને હાર્દિક ઊભો થઈ ગયો, સચિન પણ આફરીન
ચોથા નંબરના ડ્વેઇન બ્રાવોએ 137 મૅચમાં અને પાંચમા નંબરના ભુવનેશ્ર્વર કુમારે 139 મૅચમાં 150 વિકેટ લીધી હતી અને તેઓ અનુક્રમે ચોથા તથા પાંચમા ક્રમે છે.
બુમરાહે દિલ્હીના અભિષેક પોરેલની જે વિકેટ લીધી એ તેની 150મી વિકેટ હતી. પોરેલે બુમરાહના ફુલ-ટૉસને મિસ-જજ કર્યો હતો અને લૉન્ગ ઑન પર કૅચ આપી દીધો હતો. એ પહેલાં, બુમરાહે પૃથ્વી શોને યૉર્કરમાં આઉટ કર્યો હતો.
Taboola Feed