ક્લીન બોલ્ડઃ બુમરાહે બ્રેટ લીની સિદ્ધિ પાર કરી, હવે શમીનો વારો | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

ક્લીન બોલ્ડઃ બુમરાહે બ્રેટ લીની સિદ્ધિ પાર કરી, હવે શમીનો વારો

અમદાવાદઃ વેસ્ટ ઇન્ડિઝ સામે ગુરુવારે શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ (test)ના પ્રારંભિક દિવસે જ ત્રણ વિકેટ લઈને તરખાટ મચાવનાર ફાસ્ટ બોલર અને અમદાવાદના જ રહેવાસી જસપ્રીત બુમરાહે (BUMRAH) અનોખી રેકૉર્ડ-બુકમાં ઑસ્ટ્રેલિયાના બ્રેટ લીને પાર કરી લીધો હતો અને હવે તે ભારતના જ મોહમ્મદ શમીનો ભારતીય વિક્રમ તોડવાની તૈયારીમાં છે.

પહેલી વાત એ છે કે બુમરાહ ઘરઆંગણે સૌથી ઝડપે (1,747 બૉલમાં) 50 ટેસ્ટ વિકેટ લેનાર ભારતીય પેસ બોલર બન્યો છે. તેણે ઘરઆંગણે શ્રીનાથ જેટલી 24 ઇનિંગ્સમાં 50 વિકેટ મેળવી, પણ શ્રીનાથ કરતાં તેણે ઓછા બૉલમાં આ સિદ્ધિ મેળવી હતી. આ લિસ્ટમાં કપિલ દેવ (પચીસ ઇનિંગ્સ) ત્રીજા નંબરે છે.

https://twitter.com/weRcricket/status/1973787561580531970

બીજું ખાસ એ છે કે બુમરાહે ટેસ્ટ ક્રિકેટમાં ક્લીન બોલ્ડમાં સૌથી વધુ વિકેટ લેનારા ફાસ્ટ બોલર્સમાં બે્રટ લીની સિદ્ધિ ઓળંગી લીધી છે. બે્રટ લીની તમામ ટેસ્ટ વિકેટમાં 64 બૅટ્સમેન ક્લીન બોલ્ડ થયા હતા. બુમરાહની ક્લીન બોલ્ડમાં વિકેટોની સંખ્યા 65 થઈ ગઈ છે અને હવે તે વધુ એક બૅટ્સમૅનને ક્લીન બોલ્ડ કરશે એટલે ભારતના જ મોહમ્મદ શમીનો 66 વિકેટના ભારતીય વિક્રમની બરાબરી કરી લેશે અને વધુ એક ક્લીન બોલ્ડની વિકેટ તેના શમીથી આગળ મૂકી દેશે.

આ લિસ્ટમાં ઇંગ્લૅન્ડનો નિવૃત્ત ફાસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસન (138) મોખરે છે. સ્ટુઅર્ટ બ્રૉડ (101) બીજા નંબરે અને મિચલ સ્ટાર્ક (96 વિકેટ) ત્રીજા નંબરે છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button