બુમરાહ, રચિન રવિન્દ્ર અને ડી કોક આઇસીસી પ્લેયર ઓફ ધ મંથ માટે નોમિનેટ
દુબઇ: ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઉપરાંત દક્ષિણ આફ્રિકાના ઓપનર ક્વિન્ટન ડી કોક અને ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર રચિન રવિન્દ્ર વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં છે. હવે આ ત્રણ ખેલાડીઓને ઑક્ટોબર મહિના માટે આઇસીસી પ્લેયર ઓફ ધ મંથ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકાના ઓપનર ક્વિન્ટન ડી કોકે વર્લ્ડ કપની ૮ મેચમાં ૬૮.૭૫ની એવરેજથી ૫૫૦ રન કર્યા છે. સૌથી વધુ રન કરનાર બેટ્સમેનોની યાદીમાં ક્વિન્ટન ડી કોક ટોપ પર છે.
આ સાથે જ ન્યૂઝીલેન્ડનો રચિન રવિન્દ્ર સૌથી વધુ રન કરનાર બેટ્સમેનોની યાદીમાં ત્રીજા સ્થાને છે. રચિન રવિન્દ્રએ આઠ મેચમાં ૭૪.૭૧ની એવરેજથી ૫૨૩ રન કર્યા છે. આ સિવાય ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે વર્લ્ડ કપની આઠ મેચમાં ૧૫.૪૩ની એવરેજથી ૧૫ વિકેટ ઝડપી છે. જો કે, તે જોવાનું રસપ્રદ રહેશે કે ઑક્ટોબર માટે આઇસીસી પ્લેયર ઓફ ધ મંથ માટે કયા ખેલાડીની પસંદગી થાય છે.ઉ