સ્પોર્ટસ

બુમરાહે કપિલનો વિક્રમ તોડ્યો, પણ સેલિબ્રેશન કરવાનું ટાળ્યું

લંડનઃ ટેસ્ટ જગતના નંબર-વન બોલર જસપ્રીત બુમરાહે (BUMRAH) શુક્રવારે વિદેશી ધરતી પર ટેસ્ટના એક દાવમાં પાંચ કે વધુ વિકેટ લેવાની સિદ્ધિ 13મી વખત મેળવીને કપિલ દેવ (KAPIL DEV)ની 12 વખત પાંચ કે વધુ વિકેટ લેવાની ઉપલબ્ધિને ઓળંગી લીધી હતી. જોકે બુમરાહે કપિલનો એ વિક્રમ પોતાના નામે કર્યા પછી સેલિબ્રેશન કરવાનું ટાળ્યું હતું.

બુમરાહે જોશમાં આવીને સેલિબ્રેશન તો નહોતું કર્યું, બૉલ હાથમાં રાખીને હાથ ઊંચો કરતા પણ તે અચકાતો હતો. ઊલટાનું, તેના સાથી બોલર મોહમ્મદ સિરાજે બુમરાહનો હાથ પકડીને ઊંચો કર્યો હતો અને પ્રેક્ષકોનું અભિવાદન ઝીલ્યું હતું.

બુમરાહે 74 રનમાં પાંચ વિકેટ લીધી હતી. તેણે જોફ્રા આર્ચરને આઉટ કર્યો ત્યારે ટેસ્ટ-ક્રિકેટમાં કુલ 15મી વખત પાંચ કે વધુ વિકેટની સિદ્ધિ હાંસલ કરી હતી.

આપણ વાંચો:  ભારતના ત્રણ વિકેટે 145 રન, ઇંગ્લૅન્ડથી હજી 242 રન પાછળ

SENA દેશો (સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ન્યૂ ઝીલૅન્ડ, ઑસ્ટ્રેલિયા)માં સૌથી વધુ 11 વખત પાંચ કે વધુ વિકેટ લેવાના વસીમ અકરમના વિશ્વવિક્રમની પણ બુમરાહે બરાબરી કરી છે.

બુમરાહની પાંચ વિકેટની મદદથી ઇંગ્લૅન્ડ શુક્રવારે 387 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button