બુમરાહ એક વિકેટ લેશે એટલે મેલબર્નના ભારતીયોમાં બની જશે બેસ્ટ બોલર…
મેલબર્નઃ વર્તમાન ક્રિકેટનો સૌથી ઘાતક ફાસ્ટ બોલર અને ટેસ્ટનો વર્લ્ડ નંબર-વન જસપ્રીત બુમરાહ 1-1થી સમકક્ષ થયેલી હાલની બોર્ડર-ગાવસકર ટ્રોફી ટેસ્ટ સિરીઝના તમામ બોલર્સમાં 21 વિકેટ સાથે મોખરે તો છે જ, તેને ગુરુવાર, 26મી ડિસેમ્બરે મેલબર્નમાં શરૂ થનારી બૉક્સિંગ-ડે ટેસ્ટમાં ફક્ત એક વિકેટ લઈને નવો વિક્રમ પોતાના નામે કરવાનો મોકો મળશે.
આ પણ વાંચો : ભારતીય ક્રિકેટરો નવી મુંબઈમાં રેકૉર્ડ સાથે ટી-20 સિરીઝની ટ્રોફી જીતી
મેલબર્ન ઑસ્ટ્રેલિયાનું ઐતિહાસિક ક્રિકેટ-મથક છે. ત્યાં અત્યાર સુધીમાં રમી ચૂકેલા ભારતીય બોલર્સ બહુ ઓછી વિકેટો લઈ શક્યા છે. એમાં પણ અનિલ કુંબલેની 15 વિકેટ હાઇએસ્ટ છે. જોકે ખુદ બુમરાહ પણ 15 વિકેટ સાથે તેની બરાબરીમાં છે. હવે જો બુમરાહ માત્ર એક વિકેટ લેશે તો કુંબલેના રેકૉર્ડને પાર કરી લેશે.
બૉક્સિંગ-ડે ટેસ્ટ મૅચોમાં ભારતનો પર્ફોર્મન્સ શાનદાર રહ્યો છે. ભારતે 2018 તથા 2020માં બૉક્સિંગ-ડે ટેસ્ટ પોતાના નામે કરી હતી.
આ પણ વાંચો : બૉક્સિંગ-ડે ટેસ્ટ તમારી થોડી ઊંઘ બગાડશે, મૅચનો સમય બહુ વહેલો છે
મેલબર્નમાં સૌથી વધુ વિકેટ લઈ ચૂકેલા બોલર્સની આ રહી યાદીઃ અનિલ કુંબલે-15 વિકેટ, જસપ્રીત બુમરાહ-15 વિકેટ, કપિલ દેવ-14 વિકેટ, આર. અશ્વિન-14 વિકેટ અને ઉમેશ યાદવ-13 વિકેટ.