સ્પોર્ટસ

બુમરાહે એક જ ઇનિંગ્સમાં બે મોટી સિદ્ધિ મેળવી

લીડ્સઃ ટેસ્ટ ક્રિકેટના હાલના નંબર-વન બોલર જસપ્રીત બુમરાહે (BUMRAH) અહીં રવિવારે 14મી વખત ટેસ્ટના દાવમાં પાંચ કે વધુ વિકેટની સિદ્ધિ મેળવવા ઉપરાંત SENA (સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ન્યૂ ઝીલૅન્ડ, ઑસ્ટ્રેલિયા) દેશોમાં 150 વિકેટ લેનાર પ્રથમ એશિયન બોલર પણ બન્યો હતો. તેણે પાકિસ્તાનના દિગ્ગજ વસીમ અકરમ પણ ઝાંખો પાડી દીધો છે.

બુમરાહે 12મી વખત વિદેશી ધરતી પર ટેસ્ટના એક દાવમાં પાંચ કે વધુ વિકેટ મેળવીને ભારતીય બોલર્સમાં કપિલ દેવના વિક્રમની બરાબરી કરી છે. કપિલે વિદેશમાં 66 ટેસ્ટમાં એક દાવમાં પાંચ કે વધુ વિકેટ લીધી હતી, જ્યારે બુમરાહે એ સિદ્ધિ માત્ર 34મી ટેસ્ટમાં મેળવી છે.

આ પણ વાંચો: બુમરાહનો અસલ મિજાજ ઇંગ્લૅન્ડે જોઈ લીધો, પણ પૉપ અડીખમ…

બુમરાહે કુલ 14 વખત ઇનિંગ્સમાં પાંચ વિકેટ નોંધાવી છે જેમાંથી 12મી વખત તેણે વિદેશી ધરતી પર એ ઉપલબ્ધિ મેળવવાની સાથે ભારતને અહીં લીડ્સમાં હેડિંગ્લી ગ્રાઉન્ડ પર છ રનની સરસાઈ અપાવી હતી. ભારતના 471 રનના જવાબમાં બ્રિટિશ ટીમે 465 રન બનાવ્યા હતા. બુમરાહે ઇંગ્લૅન્ડના પ્રથમ દાવમાં ઝૅક ક્રૉવ્લી (4), બેન ડકેટ (62), જૉ રૂટ (28), ક્રિસ વૉક્સ (38) અને જૉશ ટન્ગ (11)ની વિકેટ લીધી હતી. તેણે આ પાંચમાંથી ત્રણ બૅટ્સમેનને ક્લીન બોલ્ડ કર્યા હતા.

બુમરાહ SENA રાષ્ટ્રોમાં 150મી વિકેટ લેનાર પહેલો બોલર તો બન્યો જ છે, તેણે અકરમને ઘણો પાછળ રાખ્યો છે. કારણ એ છે કે અકરમે SENA રાષ્ટ્રોમાં 144 વિકેટ લીધી હતી, જ્યારે બુમરાહની 150 વિકેટ થઈ ગઈ છે અને હજી તેની કરીઅર લગભગ અડધે પહોંચી છે.

આ પણ વાંચો: બુમરાહનો અસલ મિજાજ ઇંગ્લૅન્ડે જોઈ લીધો, પણ પૉપ અડીખમ…

વિદેશમાં ભારતીયોમાં સૌથી વધુ પાંચ કે વધુ વિકેટ (એક દાવમાં)

કેટલી વખતબોલરટેસ્ટ
12બુમરાહ34
12 કપિલ66
9ઇશાંત63
8ઝહીર54
7ઇરફાન15

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button